Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : Fake milk business busted? Yuvrajsinh Jadeja catches suspicious milk tanker

VIDEO: Junagadh / નકલી દૂધના કારોબારનો પર્દાફાશ; યુવરાજસિંહ જાડેજાએ શંકાસ્પદ દૂધનું ટેન્કર ઝડપી પાડ્યું

Timeછેલ્લું અપડેટ : 15 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ગુજરાતમાં નકલી ઘી અને મસાલા બાદ હવે નકલી દૂધનો કાળો કારોબાર ચાલતો હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા જૂનાગઢમાં કેમિકલયુક્ત નકલી દૂધ ભરેલું ટેન્કર પકડવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ દૂધ ગીરનાર સોરઠ ડેરીમાં ઠાલવવામાં આવતું હોવાનો સનસનીખેજ આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.

App Store

મળતી વિગતો મુજબ, યુવરાજસિંહ જાડેજાને છેલ્લા કેટલાક દિવસોથી બાતમી મળી રહી હતી કે જૂનાગઢ જિલ્લામાં નકલી દૂધનો બેફામ કારોબાર ચાલી રહ્યો છે. આ બાતમીને આધારે વોચ ગોઠવતા જૂનાગઢના સરદાર ચોક નજીક લાયબ્રેરી પાસેથી દૂધનું એક ટેન્કર ઝડપી પાડવામાં આવ્યું હતું. યુવરાજસિંહના મતે, વિસાવદરના લેરિયા ગામથી આ શંકાસ્પદ દૂધ જૂનાગઢ લાવવામાં આવી રહ્યું હતું.

યુવરાજસિંહ જણાવ્યું હતું કે, "લેરિયા જેવા નાના ગામમાં કોઈ મોટી ડેરી ન હોવા છતાં આટલા મોટા પ્રમાણમાં દૂધ ક્યાંથી આવે છે? આ દૂધ સંપૂર્ણપણે કેમિકલયુક્ત અને માનવ સ્વાસ્થ્ય માટે જોખમી હોવાની પ્રબળ શંકા છે." તેમણે વધુમાં ઉમેર્યું કે આ દૂધ જૂનાગઢની ગીરનાર સોરઠ ડેરીમાં પહોંચાડવામાં આવતું હતું. હાલ આ શંકાસ્પદ દુધના સેમ્પલ  FSSAIમાં મોકલી ખરાઈ કરવામાં આવશે.