વિસાવદરની વિધાનસભા પેટાચૂંટણી માટે કોંગ્રેસે નિતિન રાણપરિયાને ઉમેદવાર જાહેર કર્યા, બેઠક પર ત્રિપાંખીયો જંગ

કડી વિધાનસભાની પેટાચૂંટણીના ઉમેદવાર જાહેર કર્યા બાદ હવે કોંગ્રેસે વિસાવદર

વિસાવદરની વિધાનસભા પેટાચૂંટણી માટે કોંગ્રેસે નિતિન રાણપરિયાને ઉમેદવાર જાહેર કર્યા, બેઠક પર ત્રિપાંખીયો જંગ

કડી વિધાનસભાની પેટાચૂંટણીના ઉમેદવાર જાહેર કર્યા બાદ હવે કોંગ્રેસે વિસાવદર બેઠક પરથી પણ પાર્ટીની ઉમેદવાર જાહેર કરી દીધા છે. કોંગ્રેસે વિસાવદર બેઠક પરથી નીતિન રાણપરિયાને ટિકિટ આપી છે. 

વિસાવદર બેઠક પર ત્રિપાંખીયો જંગ

કડી, વિસાવદર પેટાચૂંટણીમાં આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. રવિવારે મોડી રાત્રે કડી બેઠક પર ભાજપ- કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા હતા. કડીથી કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડાને મેદાને ઉતાર્યા હતા અને ભાજપે રાજેન્દ્ર ચાવડાને ચૂંટણીને ટિકિટ આપી છે. વિસાવદરથી ભાજપે પૂર્વ જિલ્લા પ્રમુખ કિરીટ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. 19 જૂને મતદાન યોજાશે અને 23 જૂને પેટાચૂંટણીનું પરિણામ જાહેર થશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત