Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : Allegations of irregularities in development works

VIDEO: Junagadh / વિકાસના કામોમાં ગેરરીતિના આક્ષેપ; ધારાસભ્યએ જ જવાબદારો સામે કાર્યવાહીની કરી માંગ

Timeછેલ્લું અપડેટ : 17 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

જૂનાગઢ જિલ્લાના માંગરોળ ઘેડ પંથકમાં વિકાસના કામોમાં ગેરરીતિ અને ગુણવત્તાના અભાવે વિવાદ સર્જાયો છે. કામગીરી શરૂ થતાની સાથે જ સ્થાનિક સ્તરે ઉઠેલા વિરોધ બાદ હવે કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમે આ બાબતે લાલ આંખ કરી છે.

App Store

ધારાસભ્ય દેવાભાઈ માલમે પોતાના લેટરપેડ પર ઉચ્ચ સ્તરે લેખિત ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે માંગરોળ ઘેડ પંથકમાં ચાલી રહેલી નદીની સફાઈ અને ઝાડ કાપવાના કામોમાં ભારે બેદરકારી દાખવવામાં આવી રહી છે. ધારાસભ્યએ આક્ષેપ કર્યો છે કે, કાપેલા ઝાડ અને કચરાનો યોગ્ય નિકાલ કરવાને બદલે તે જ નદીમાં નાખી દેવામાં આવે છે. ઉપરાંત વિકાસના કામોમાં ગુણવત્તા જાળવવામાં ન આવતી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. કામગીરીમાં માત્ર લોટ પાણીને લાકડા જેવો ઘાટ જોવા મળી રહ્યો છે. ધારાસભ્ય દ્વારા આ મુદ્દે તાત્કાલિક તપાસ કરીને જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે..

બીજી તરફ ઉનાળાની શરૂઆતમાં જ ઘેડ પંથકના ગામોમાં પાણી માટે હાહાકાર મચ્યો છે. પીવાના પાણીની વિકટ પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા ધારાસભ્ય દેવાભાઈ માલમે માંગ કરી છે કે ગ્રામ્ય જનતાને પૂરતું અને નિયમિત પીવાનું પાણી મળી રહે તેવી વ્યવસ્થા વહીવટી તંત્ર દ્વારા વહેલી તકે કરવામાં આવે.