Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : Alert for many villages as Maliya Hatina's Bhakharvad Dam overflows

VIDEO: માળિયા હાટીનામાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું, ભાખરવડ ડેમ ઓવરફ્લો થતાં અનેક ગામોને એલર્ટ

Timeછેલ્લું અપડેટ : 20 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના પંથકમાં સવારથી ધોધમાર વરસાદે જનજીવનને અસર કરી છે. ભાખરવડ ગામે આવેલ ભાખરવડ ડેમ 100 ટકા ભરાઈ ગયો છે અને ઓવરફ્લો થઈ રહ્યો છે. ડેમમાં પાણીનું લેવલ 73.60 મીટર પહોંચ્યું છે. હાલ ડેમમાંથી 2925.62 ક્યુસેક પાણી વહી રહ્યું છે. જેને પગલે નીચાણવાળા ગામો માટે તંત્રે એલર્ટ જાહેર કર્યું છે. ગ્રામજનોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. ભારે વરસાદથી ખેતીને નુકસાનનો ભય છે, અને સ્થાનિક વહીવટી તંત્રે પાણીના નિકાલ અને બચાવ કામગીરી માટે તૈયારીઓ શરૂ કરી છે. માળિયા હાટીના તાલુકાનાં ભાખરવડ, વડાળા, માળિયા હાટીના, જાનડી, ઘુમટી, આબેચા, નાની ધનેજ,  ઝડકા, સમઢીયાળા, ગડું સહિતના ગામોને એલર્ટ કરાયા છે.

App Store