મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

JUNAGADH : ભેંસાણમાં એક સંતાનનો પિતા અપરિણીત દીકરીને ભગાડી ગયો, પ્રતિકાર કરતા યુવકના પરિવારે કરી વૃદ્ધની હત્યા

Junagadh News : જૂનાગઢ જિલ્લાના ભેસાણમાં અપરિણીત દીકરીને ભગાડી જનાર યુવકના પરિવારે વૃદ્ધની

JUNAGADH : ભેંસાણમાં એક સંતાનનો પિતા અપરિણીત દીકરીને ભગાડી ગયો, પ્રતિકાર કરતા યુવકના પરિવારે કરી વૃદ્ધની હત્યા

Junagadh News : જૂનાગઢ જિલ્લાના ભેસાણમાં અપરિણીત દીકરીને ભગાડી જનાર યુવકના પરિવારે વૃદ્ધની હત્યા કરી છે. આ કેસમાં સૌથી મોટી ચોંકાવનારી વાત એ છે કે અપરિણીત દીકરીને ભગાડી જનાર યુવક પરણિત છે અને એક સંતાનનો પિતા છે.

ભેંસાણમાં એક પરિવારની અપરિણીત દીકરીને ભગાડી જનાર યુવકના પરિવારે વૃદ્ધની હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે. મૃતકના પુત્ર અરવિંદ સોલંકીએ 9 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. 

એક દીકરાનો પિતા હોવા છતાં યોગેશ ડાંગર નામનો યુવક અપરિણીત દીકરીને ભગાડી જતાં બન્ને પરિવાર વચ્ચે બબાલ થઇ હતી. યોગેશના પિતા લખન ડાંગર અને રાહુલ ડાંગર નામના વ્યક્તિએ પથ્થર મારીને અરવિંદભાઈના પિતાની હત્યા કરી નાખી હતી.

આ મામલે બંને પક્ષો દ્વારા સામસામે મારામારીની ફરિયાદ કરવામાં આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો