મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

જૂનાગઢ/ હોટલના બાથરૂમમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો, પ્રેમીએ પતિને ફોન કરીને કરી જાણ

જૂનાગઢ શહેરમાં બસ સ્ટેશન નજીક આવેલી સત્યમ હોટેલના નવ નંબરના રૂમના બાથરૂમમાંથી પરિણીત મહિલાનો મૃતદેહ મળી આવ્ય

જૂનાગઢ/ હોટલના બાથરૂમમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો, પ્રેમીએ પતિને ફોન કરીને કરી જાણ

જૂનાગઢ શહેરમાં બસ સ્ટેશન નજીક આવેલી સત્યમ હોટેલના નવ નંબરના રૂમના બાથરૂમમાંથી પરિણીત મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. આ પરિણીતાએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું છે કે તેની હત્યા કરવામાં આવી છે તે દિશામાં હાલ તપાસ ચાલી રહી છે. મૃતક મહિલા સાથે રામજી ચૌહાણ નામનો શખ્સ હોટેલમાં હતો.

મળતી વિગતો મુજબ, જૂનાગઢ શહેરમાં બસ સ્ટેશન પાસે આવેલી હોટલમાં રામજી ચૌહાણ નામનો વ્યક્તિ પરિણિત પ્રેમીકાને લઈને ગયો હતો. પરંતુ હોટલના બાથરૂમમાં મહિલાએ ઝેરી દવા પી લેતાં સાથે રહેલા શખ્સે તેના પરિવારને જાણ કરી હતી. મહિલાને સારવાર મળે તે પહેલાં તેનું મૃત્યું થયું હતું. હોટલમાં ખરેખર શું બન્યું હતું તેની હાલમાં પોલીસ તપાસ કરી રહી છે. ખરેખર મહિલાએ આત્મહત્યા કરી કે પછી તેની હત્યા કરવામાં આવી તેનું રહસ્ય ઘેરું બન્યું છે.  બનાવને લઈને મૃતકના પતિએ પોલીસ મથકે જાણ કરતા પોલીસે નિવેદનના આધારે આગળની તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો