મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રેવન્યુ ટ્રિબ્યુનલમાં જ્યુડિશિયલ મેમ્બર તરીકે નિયુક્ત ચેરમેનને કાર્ય વિમુખ કરવા હાઇકોર્ટનો નિર્દેશ

ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલની કામગીરીને લઈને ગુજરાત હાઇકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલમાં જ્યુડિ

રેવન્યુ ટ્રિબ્યુનલમાં જ્યુડિશિયલ મેમ્બર તરીકે નિયુક્ત ચેરમેનને કાર્ય વિમુખ કરવા હાઇકોર્ટનો નિર્દેશ

ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલની કામગીરીને લઈને ગુજરાત હાઇકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલમાં જ્યુડિશિયલ મેમ્બર તરીકે નિયુક્ત ચેરમેનને કાર્ય વિમુખ કરવા હાઇકોર્ટે નિર્દેશ કર્યો છે. રાજ્ય મહેસુલ પંચની કામગીરીમાં વિરોધાભાસી નિર્ણયો લેવા બદલ કોર્ટે જીઆરટીના ચેરમેનને કામગીરીથી અળગા રાખવા સરકારને નિર્દેશ આપ્યો હતો.

ન્યાયિક અને વહીવટી કામ તત્કાલ અસરથી પરત ખેંચવા સરકારને નિર્દેશ

GRTના ચેરમેન પાસેથી તમામ ન્યાયિક અને વહીવટી કામ તત્કાલ અસરથી પરત ખેંચવા સરકારને નિર્દેશ કર્યો હતો.ચેરમેન સામે જરૂરી કાર્યવાહી કરવા 8 અઠવાડિયામાં નિર્ણય લેવા કોર્ટના સરકારને નિર્દેશ  કર્યો છે.

રાજ્ય મહેસુલ પંચની નિમણૂક કરી

ગણોતધારાને લગતી તકરારો ન નિર્ણય બાબતે સરકારે રાજ્ય મહેસુલ પંચની નિમણૂક કરી છે.રાજ્યના મહેસુલ કાયદાને લગતી બાબતોના વિખવાદમાં કલેકટરના નિર્ણય સામે ટ્રિબ્યુનલમાં અપિલ થઈ શકે છે.હાઈકોર્ટે સંબંધિત પક્ષકારો અને સરકારનું હિત જળવાય તે માટે આ નિર્ણય જરૂરી છે. 

આ સમાચાર શેર કરો