મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

જજ એમ.કે. ઉપાધ્યાયના 'તોછડા વર્તન' સામે અમદાવાદના ૧૩૯થી વધુ વકીલો આક્રમક, સેશન્સ જજને કરી ફરિયાદ

સુરેન્દ્રનગરના પૂર્વ ક

સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલને ગુજરાત હાઇકોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ED દ્વારા દાખલ કરવામાં આવેલા PMLA કેસમાં હાઇકોર્ટે તેમની નિયમિત જામીન અરજી ફગાવી દીધી છે. EDના જણાવ્યા મુજબ કલેક્ટર કચેરીમાં ખેતીની જમીનને બિનખેતીમાં ફેરવવા માટે લાંચનું ગોઠવાયેલું માળખું કાર્યરત હતું અને અરજદાર આ સમગ્ર રેકેટના મુખ્ય સૂત્રધાર હતા. તપાસ દરમિયાન તેમના મોબાઇલમાંથી CLU ફાઇલોના આશરે 800 ફોટા મળી આવ્યા હોવાનું EDએ જણાવ્યું હતું. એટલું જ નહીં, દરોડાના એક દિવસ પહેલાં તેમણે ગૂગલ પર "How to Reset Samsung S24 Ultra" સર્ચ કરી પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હોવાનો પણ EDનો દાવો છે. હાઇકોર્ટે નોંધ્યું કે અરજદાર સામે PMLAની કલમ 45 હેઠળની જરૂરી શરતો પૂર્ણ થતી નથી અને તેઓ પ્રથમ દ્રષ્ટિએ નિર્દોષ હોવાનું માનવા માટે પૂરતા આધાર નથી. પુરાવા સાથે ચેડાં અને સાક્ષીઓને પ્રભાવિત કરવાની શક્યતા પણ નકારી શકાય નહીં. આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટે પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની જામીન અરજી નામંજૂર કરી છે.

આ સમાચાર શેર કરો