ફૂડ સેફટી વિભાગના જોઇન્ટ ડાયરેકટર રાજેન્દ્ર મહાવદીયા રૂ. 25000ની લાંચ લેતા ઝડપાયા
અમદાવાદમાં ક્લાસ 1 ઓફિસર રાજેન્દ્રકુમાર હીરાભાઇ મહાવદીયા જોઇન્ટ ડાયરેકટર, ફૂડ સે

અમદાવાદમાં ક્લાસ 1 ઓફિસર રાજેન્દ્રકુમાર હીરાભાઇ મહાવદીયા જોઇન્ટ ડાયરેકટર, ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડીયા 25000ની લાંચ લેતા એ.સી.બીની ટ્રેપમાં ઝડપાયા છે.
અમદાવાદમાં ACBએ સફળ ટ્રેપ કરી છે. ફરીયાદી કન્સલટન્સીનું કામ કરે છે જેથી ફરીયાદીએ પોતાના ક્લાયન્ટનું ફુડ સેફ્ટી લાયસન્સ મેળવવા માટે જાન્યુઆરી માસમાં ઓનલાઇન અરજી કરી હતી, જેમાં આરોપીએ અલગ-અલગ ક્વેરી કાઢી હતી. જે બાબતે ફરીયાદીએ ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડીયાના જોઇન્ટ ડાયરેકટર રાજેન્દ્રકુમાર હીરાભાઇ મહાવદીયાને રૂબરૂ મળતા આરોપીએ ક્વેરી નહી કાઢી, ફુડ સેફ્ટી લાયસન્સ મંજુર કરવા માટે રૂ. 25,000/- ની લાંચની માંગણી કરી હતી.
લાંચની રકમ ફરીયાદી આરોપીને આપવા માંગતા ન હોય ફરીયાદીએ અમદાવાદ શહેર એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. ફરીયાદના આધારે આજે લાંચના છટકાનું આયોજન કરતા લાંચીયો આરોપી રાજેન્દ્રકુમાર હીરાભાઇ મહાવદીયાએ ફરીયાદી સાથે વાતચીત કરી લાંચની રકમ રૂ. 25,000/- સ્વીકારતા ઝડપાઇ ગયો હતો. સમગ્ર મામલે ACBએ ગુન્હો નોંધી લાંચીયો આરોપી રાજેન્દ્રકુમાર હીરાભાઇ મહાવદીયાની અટકાયત કરી છે.






