VIDEO : તમારામાં પાણી હોય તો દિનુ બોઘા સોલંકી સામે કાર્યવાહી કરો, જીગ્નેશ મેવાણીના આક્ષેપ
Gir Somnath News : ગીર સોમનાથ જિલ્લામાં ચાલતા ગેર કાયદેસર દબાણો હટાવવાને મામલે જિલ્લા કલેકટર પર આક્ષેપ

Gir Somnath News : ગીર સોમનાથ જિલ્લામાં ચાલતા ગેર કાયદેસર દબાણો હટાવવાને મામલે જિલ્લા કલેકટર પર આક્ષેપ લાગ્યા છે. ગીર ગઢડા ખાતે સંઘર્ષ સંમેલનમાં પહોંચેલા ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ આક્ષેપ લગાવ્યા છે.તેઓએ કહ્યુ કે ગીર સોમનાથ કલેકટરના રાજકીય ઇશારે દબાણો હટાવી રહ્યા છે. કલેકટરે ભ્રષ્ટાચાર કરી કરોડો રૂપિયાની બેનામી સંપત્તિ મોરબી અને રાજકોટમાં ઉભી કરી છે. એમના ચિરંજીવીઓ લક્ઝુરિયસ કારના ફોટાઓ સોશિયલ મીડિયામાં મૂકી રહ્યા છે.સમગ્ર મામલે હું ACB માં ફરિયાદ કરવાનો છું.




