મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

જામસાહેબ દિગ્વિજયસિંહ જાડેજાએ ભારતીય સંસ્કૃતિ અને ગરિમાને વૈશ્વિક સ્તરે ઉજાગર કરી- ઋષિકેશ પટેલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 અને 22 ઓગસ્ટે યુરોપના પોલેન્ડ

જામસાહેબ દિગ્વિજયસિંહ જાડેજાએ ભારતીય સંસ્કૃતિ અને ગરિમાને વૈશ્વિક સ્તરે ઉજાગર કરી- ઋષિકેશ પટેલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 અને 22 ઓગસ્ટે યુરોપના પોલેન્ડના પ્રવાસે છે. વડાપ્રધાન મોદીએ પોલેન્ડના વોર્સોમાં સ્થિત સ્કવેર ઓફ ગુડ મહારાજા ખાતે ગુજરાતના નવા નગરના જામસાહેબ દિગ્વિજયસિંહ જાડેજાના સન્માનમાં બનાવેલ સ્મારકે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ મુલાકાતને આવકારતા જણાવ્યું,ભારત અને પોલેન્ડના સંબંધોમાં ગુજરાતની ભૂમિકા ઇતિહાસના પાનામાં સુવર્ણ અક્ષરોમાં સચવાયેલી છે.વડાપ્રધાનની આ મુલાકાત ભારત અને પોલેન્ડ વચ્ચેના સંબંધોને વધુ સુદ્રઢ બનાવશે. રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મુલાકાતને ગુજરાત અને સમગ્ર દેશ માટે ગૌરવપૂર્ણ ક્ષણ હોવાનું જણાવ્યું હતું. વધુમાં ઋષિકેશ પટેલે કહ્યું કે, વડાપ્રધાન મોદીની પોલેન્ડના વોર્સોમાં સ્થિત જામસાહેબ દિગ્વિજયસિંહ જાડેજાના સ્મારકે શ્રદ્ધાંજલિ "વિકાસ ભી, વિરાસત ભી ના" મંત્રને સાર્થક કરે છે.

ઋષિકેશ પટેલે કહ્યું કે,જામસાહેબના નામથી વોર્સોવામાં મહારાજા સ્ટેટના સ્મારક ઉપરાંત, પોલેન્ડમાં કેટલીક સ્કૂલના નામ,રોડના નામ પણ દિગ્વિજયસિંહ જાડેજાની સ્મૃતિમાં આપવામાં આવ્યા છે.મંત્રી ઋષિકેશ પટેલએ જામસાહેબના યોગદાનનું સ્મરણ કરતાં જણાવ્યું હતું કે, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન થયેલા તોફાનોને કારણે પોલેન્ડના 600 જેટલા બાળકોને ગુજરાતમાં આશ્રયનું સ્થાન આપ્યું હતું .આ બાળકોને રહેવા માટેનું ઉત્તમ સ્થાન ,શિક્ષણ અને ભોજન સહિતની જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ પૂરી પાડી હતી .વિશ્વયુદ્ધ પૂર્ણ થઈ ગયા પછી જામ સાહેબે બધા જ બાળકોને પોલેન્ડ પરત મોકલ્યા હતા. જામસાહેબ દિગ્વિજયસિંહ જાડેજાના આ સેવાકાર્યો સમગ્ર ભારત અને ગુજરાત માટે કાયમના સંસ્મરણો બની રહ્યા છે. 

આ સમાચાર શેર કરો