VIDEO: જામનગરઃ મોહરમના જુલૂસ દરમિયાન બોલાચાલી બાદ જૂથ અથડામણ, સામ સામે પથ્થરમારો થયો
સોર્સ : GSTV
જામનગરના બેડી વિસ્તારમાં મોહરમના તાજીયાના જુલૂસ દરમિયાન બે જૂથ વચ્ચે સામાન્ય બાબતે થયેલી ઉગ્ર બોલાચાલી જોતજોતામાં હિંસક અથડામણમાં ફેરવાઈ ગઈ હતી. જેમાં બંને પક્ષો દ્વારા સામસામે બેફામ પથ્થરમારો કરાતા સમગ્ર વિસ્તારમાં ભારે તણાવ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની ગંભીરતાને પગલે ઉચ્ચ અધિકારીઓ સહિતનો મોટો પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી અને હાલ સમગ્ર બેડી વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવીને શાંતિ સ્થાપવામાં આવી છે. સ્થાનિક પ્રશાસને લોકોને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે, જ્યારે પોલીસે વાયરલ વીડિયો ફૂટેજના આધારે તોફાની તત્વોની ઓળખ કરી તેમની અટકાયત કરવાની કાયદેસરની તજવીજ હાથ ધરી છે.

