VIDEO: જામનગર: કસ્ટમ હાઉસની જર્જરિત ઈમારત તોડતી વખતે અકસ્માત, 3 શ્રમિક ઘાયલ
સોર્સ : GSTV
જામનગર શહેરના ત્રણ દરવાજા વિસ્તાર નજીક આવેલી કસ્ટમ હાઉસની જર્જરીત જૂની ઇમારતને તોડી પાડવાની કાર્યવાહી દરમિયાન એક અકસ્માત સર્જાયો છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી આ પાડતોડની કામગીરી દરમિયાન મજૂરી કામ માટે રાખવામાં આવેલા ત્રણ કામદારો અચાનક ઊંચાઈ પરથી નીચે પટકાતા ઈજાગ્રસ્ત બન્યા હતા. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. જોકે, અકસ્માતની જાણ થતાં જ તાત્કાલિક અસરથી બચાવ કામગીરી હાથ ધરીને ત્રણેય ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈને ગંભીર જાનહાનિ થઈ નથી અને કામદારોને નાની-મોટી ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે.

