Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જામનગર : Jamnagar news: Administration's 'bulldozer' action, illegal encroachments on 1.20 lakh sq ft of land removed

Jamnagar news: તંત્રનું 'બુલડોઝર' એક્શન, હાપામાં 1.20 લાખ ચો.ફૂટ જમીન પરના દબાણો દૂર

Timeછેલ્લું અપડેટ : 03 May 2026
લાઇવ ટીવીGoogle News
Jamnagar news: તંત્રનું 'બુલડોઝર' એક્શન, હાપામાં 1.20 લાખ ચો.ફૂટ જમીન પરના દબાણો દૂર
સોર્સ : gstv

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતાં જ જામનગર મહાનગરપાલિકાએ ગેરકાયદેસર દબાણો સામે કડક વલણ અપનાવ્યું છે. રવિવારે સવારથી જ હાપા વિસ્તારમાં ઇસ્કોન મંદિરની બાજુમાં આવેલી અંદાજે 1,20,000 ચોરસ ફૂટ સરકારી જમીન પર તંત્રએ મેગા ડિમોલેશન હાથ ધરી તેને દબાણમુક્ત કરાવી હતી.

App Store

16 આસામીઓના વ્યાવસાયિક દબાણો જમીનદોસ્ત

હાપા વિસ્તારમાં શહેરી ગરીબોના આવાસ માટે ફાળવવામાં આવેલી આ કિંમતી જમીન પર લાંબા સમયથી 16 જેટલા આસામીઓએ ગેરકાયદેસર કબજો જમાવ્યો હતો. તંત્ર દ્વારા અહીં ખડકાયેલા ગેરેજ, વર્કશોપ, ભંગારના વાડા અને ટાઇલ્સ રાખવાના મોટા પ્લોટ સહિતના કોમર્શિયલ બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. આ જમીનની બજાર કિંમત અંદાજે 45 કરોડ રૂપિયાથી વધુ હોવાનું આંકવામાં આવ્યું છે.

100 કર્મચારીઓ અને 6 જેસીબીની ફોજ ઉતારાઈ

આજની કામગીરી એટલી વિશાળ હતી કે તંત્રએ કોઈ પણ વિરોધને પહોંચી વળવા માટે મોટી તૈયારી કરી હતી. મનપાના આસિસ્ટન્ટ કમિશનર અને સિક્યુરિટી અધિકારીની દેખરેખ હેઠળ એસ્ટેટ, ફાયર બ્રિગેડ, સ્લમ વિભાગ અને સોલિડ વેસ્ટ શાખાના અંદાજે 100 જેટલા કર્મચારીઓ જોડાયા હતા. ડિમોલેશન માટે 6 જેસીબી, હિટાચી મશીન અને 6 ટ્રેક્ટરોનો ઉપયોગ કરીને સવારના 08:00 વાગ્યાથી ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.