Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જામનગર : Fierce opposition to the work of laying power lines in Vavadi village of Jodia

જોડિયાના વાવડી ગામે વીજલાઈન નાખવાની કામગીરીનો ઉગ્ર વિરોધ, 75થી વધુ ખેડૂતોની અટકાયત

Timeછેલ્લું અપડેટ : 18 Aug 2026
લાઇવ ટીવીGoogle News
જોડિયાના વાવડી ગામે વીજલાઈન નાખવાની કામગીરીનો ઉગ્ર વિરોધ, 75થી વધુ ખેડૂતોની અટકાયત
સોર્સ : gstv

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામેથી પસાર થનારી નવી વીજલાઈન માટે વીજપોલ ઊભા કરવાની કામગીરી શરૂ થતાં જ ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. વીજપોલ નાખવાની કામગીરીનો વાવડી ગામના લોકોએ ઉગ્ર વિરોધ નોંધાવી સ્થળ પર વિરોધ પ્રદર્શન કર્યું હતું. સ્થિતિ વણસતી જોઈને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી વિરોધ કરી રહેલા ખેડૂતો અને ગ્રામજનોની અટકાયત શરૂ કરી હતી.

App Store

75થી વધુ ખેડૂતોની અટકાયત

વાવડી ગામના ખેડૂતો પર પોલીસ કાર્યવાહી થયાના સમાચાર પ્રસરી જતા જોડિયા તાલુકાના અન્ય ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ ખેડૂતો વાવડીના સમર્થનમાં પહોંચ્યા હતા. લીંબુડા, કુનડ, કેસિયા અને ભાદરા સહિતના આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો વાવડી ખાતે એકત્ર થયા હતા અને વીજપોલ ઊભા કરવાની કામગીરી બંધ કરાવવાની માગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોલીસે વિરોધ કરી રહેલા 75થી વધુ ખેડૂતોની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે.

અટકાયત કરાયેલા ખેડૂતોને જોડિયા પોલીસ મથકે લઈ જવાયા હતા. જ્યારે કેટલાક ખેડૂતોને ધ્રોલ પોલીસ મથકે પણ લઈ જવામાં આવ્યા છે. જેમાં કેટલીક મહિલાઓનો પણ સમાવેશ થાય છે. હાલ વાવડી ગામમાં સંવેદનશીલ સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારે પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. એક તરફ ખેડૂતો પોતાની જમીન અને ખેતીના રક્ષણ માટે વીજલાઈનના થાંભલા સામે વિરોધ પર મક્કમ છે, તો બીજી તરફ પોલીસ તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અટકાયતી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.