Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જામનગર : 'Falled into a trap on a gay dating app, put in a car and taken to a hill and...', youth from Jamnagar finds friendship hard

'ગે ડેટિંગ એપ પર જાળમાં ફસાવ્યો, કારમાં બેસાડી ડુંગર પાસે લઈ ગયા અને...', જામનગરના યુવકને મિત્રતા ભારે પડી

Timeછેલ્લું અપડેટ : 07 Jul 2026
લાઇવ ટીવીGoogle News
'ગે ડેટિંગ એપ પર જાળમાં ફસાવ્યો, કારમાં બેસાડી ડુંગર પાસે લઈ ગયા અને...', જામનગરના યુવકને મિત્રતા ભારે પડી
સોર્સ : gstv

ઓનલાઇન ચેટિંગ એપ્લિકેશનના માધ્યમથી ઓળખાણ વધારીને અપહરણ અને લૂંટ ચલાવતી ગેંગ જામનગરમાં સક્રિય થઈ હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જામનગર નજીક દરેડ ગામના મજૂરી કામ કરતા એક યુવકને ગે ડેટિંગ એપ દ્વારા જાળમાં ફસાવી, તેનું અપહરણ કરી છરીના અણીએ 74,000 રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી છે. આ મામલે પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં 4 શખસો સામે ગુનો નોંધાયો છે.

App Store

જાણો શું છે સમગ્ર મામલો

મળતી માહિતી અનુસાર, દરેડ ગામના રહેવાસી ભીખાલાલ ઉર્ફે રણમલ કળોતરાએ 'ગ્રાઇન્ડર' (ગે ડેટિંગ એન્ડ ચેટ) નામની એપ્લિકેશન પર 'કરણ' આઈડી ધરાવતી વ્યક્તિ સાથે ચેટિંગ શરૂ કર્યું હતું. ચેટિંગ દરમિયાન સામેની વ્યક્તિએ પોતાનું નામ રવીરાજ હોવાનું અને તે ખંભાળિયાનો રહેવાસી હોવાનું જણાવી ભીખાલાલને લાલપુર બાયપાસ પાસે મળવા માટે બોલાવ્યો હતો.

નક્કી કરેલા સ્થળે પહોંચતા જ રવીરાજ એક કાર લઈને ત્યાં આવ્યો હતો. ભીખાલાલ કારમાં બેઠા બાદ રવીરાજ ગાડીને 'બે ભાઈના ડુંગર' તરફ લઈ ગયો હતો. રસ્તામાં રવીરાજે તેના અન્ય ત્રણ સાગરિતોને પણ કારમાં સાથે લીધા હતા અને ભીખાલાલને એક અવાવરૂ વિસ્તારમાં લઈ ગયા હતા. ત્યાં ચારેય શખસોએ ભેગા મળીને ભીખાલાલને કારમાં જ અપહરણ કરી માર માર્યો હતો. એક આરોપીએ છરી અને અન્ય આરોપીએ ધોકો બતાવી જીવથી મારી નાખવાની ધમકી આપી 1 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી.

ATM માંથી ₹58 હજાર ઉપાડી લીધા

ભીખાલાલે આટલી મોટી રકમ આપવાનો ઇનકાર કરતા આરોપીઓએ તેની પાસે રહેલો 15,000 રૂપિયાની કિંમતનો મોબાઇલ ફોન, પાકીટમાંથી 1,000 રૂપિયાની રોકડ અને એટીએમ (ATM) કાર્ડ લૂંટી લીધું હતું. ત્યારબાદ આરોપીઓએ એટીએમ કાર્ડ અને પિનનો જબરદસ્તી ઉપયોગ કરી ફરિયાદીના બેન્ક ખાતામાંથી 58,000 રૂપિયા ઉપાડી લીધા હતા. આમ, ગેંગે કુલ 74,000 રૂપિયાની લૂંટ ચલાવી હતી.

નવા કાયદા (BNS) હેઠળ 4 સામે ગુનો દાખલ

આ ચોંકાવનારી ઘટના અંગે પંચકોશી બી. ડિવિઝન પોલીસે ભીખાલાલની ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 309 (6) (લૂંટ), 140(2) (અપહરણ), 61(2) (ગુનાઈત કાવતરું) તેમજ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 135(1) હેઠળ 4 આરોપીઓ સામે ગુનો દાખલ કરાયો છે. પોલીસે આ ગુના આચરતી ટોળકીના લોકોને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે.