Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જામનગર : Biker gang terror under the nose of Jamnagar Police! Video of stunts with loud noises near Pancheshwar Tower goes viral

જામનગર પોલીસના નાક નીચે બાઈકર્સ ગેંગનો આતંક! પંચેશ્વર ટાવર પાસે બૂમબરાડા સાથે સ્ટંટબાજીનો Video Viral

Timeછેલ્લું અપડેટ : 05 Feb 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

જામનગર શહેરમાં ગુનેગારો અને ટ્રાફિકના નિયમો તોડનારા તત્વોમાં પોલીસનો ડર રહ્યો હોય તેમ જણાતું નથી. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં બાઈકર્સ ગેંગ ભયાનક ગતિએ અને બૂમબરાડા પાડતા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થતી જોવા મળી રહી છે. આ વીડિયોએ પોલીસની આબરૂના લીરા ઉડાવ્યા છે.

App Store

જાહેર માર્ગો પર જોખમી ખેલ
જામનગરના પંચેશ્વર ટાવરથી હવાઈચોક તરફ જતા મુખ્ય માર્ગ પર મોડી રાત્રે બાઈકર્સ ગેંગના કેટલાક યુવાનોએ ધૂમ સ્ટાઈલે બાઈકો દોડાવી હતી. આ યુવાનો માત્ર સ્પીડમાં બાઈક નથી ચલાવી રહ્યા, પરંતુ જોરજોરથી બૂમબરાડા પાડીને અન્ય વાહનચાલકો અને રાહદારીઓમાં ભયનું વાતાવરણ ઉભું કરી રહ્યા છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આ તત્વોને કોઈ પણ પ્રકારની પોલીસ કાર્યવાહીનો ડર નથી.

પોલીસની કામગીરી સામે સવાલ
જામનગરમાં આ કોઈ પહેલી ઘટના નથી. અગાઉ પણ આવા અનેક વીડિયો વાયરલ થઈ ચુક્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે પોલીસ આવી ઘટનાઓમાં માત્ર નજીવી કાર્યવાહી કરીને સંતોષ માની લે છે, જેના કારણે બાઈકર્સ ગેંગને છૂટો દોર મળી ગયો છે. સામાન્ય જનતા રસ્તા પર નીકળતા ડરી રહી છે કારણ કે આ બાઈકર્સ ગમે ત્યારે અકસ્માત સર્જી શકે છે.

રહેવાસીઓમાં ફફડાટ
પંચેશ્વર ટાવર અને હવાઈચોક વિસ્તારમાં રહેતા લોકોનું કહેવું છે કે રાત્રિના સમયે આવા અસામાજિક તત્વોનો ત્રાસ વધી જાય છે. પોલીસ પેટ્રોલીંગ ક્યાં છે તેવો પ્રશ્ન ઉઠી રહ્યો છે. શું પોલીસ કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોઈ રહી છે? હાલ તો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જામનગર પોલીસની કાર્યક્ષમતા પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.