Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જામનગર : 3 children die after falling into a deep pit filled with water while playing in Dhrol

Jamnagar news: ધ્રોલમાં 3 બાળકો રમત-રમતમાં પાણી ભરેલા ઊંડા ખાડામાં પડી જતા મોત, પરિજનોનું હૈયાફાટ રુદન

Timeછેલ્લું અપડેટ : 28 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Jamnagar news: ધ્રોલમાં 3 બાળકો રમત-રમતમાં પાણી ભરેલા ઊંડા ખાડામાં પડી જતા મોત, પરિજનોનું હૈયાફાટ રુદન
સોર્સ : GSTV

ગુજરાતના અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ ખાબક્યો છે, ત્યારે નદી-નાળા છલકાયા છે, ત્યારે જામનગરના ધ્રોલમાં 3 બાળકો રમત-રમતમાં પાણી ભરેલા ઊંડા ખાડામાં પડી ગયા હોવાની ઘટના સામે આવી છે. ખાડામાં ડૂબવાથી બાળકોના મોત નીપજ્યા હતા. 

App Store

3 બાળકોના ડૂબવાથી મોત

મળતી માહિતી મુજબ, જામનગરના ધ્રોલ તાલુકાના વાંકીયા ગામ ખાતે ખેત મજૂરની 2 દીકરી અને 1 દીકરો રમતા-રમતા પાણીના ખાડામાં પડી જવાથી ડૂબ્યા હતા. આ દુર્ઘટનામાં ત્રણેય બાળકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. મૃતક બાળકોના મૃતદેહને ધ્રોલ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

એક જ પરિવારના ત્રણ બાળકોના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. મૃતકમાં વિશાલ, ટીનુબહેન અને શકીના નામ હોવાનું સામે આવ્યું છે. ત્રણેય બાળકો ઘરની નજીક રમી રહ્યા હતા. આ દરમિયાન પાણીના ખાડામાં પડી જતાં દુર્ઘટના સર્જાઈ હતી.