મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Jamnagar / પ્રેમલગ્નનો ખાર રાખી સાળાનો બનેવીના ઘરે હંગામો: ગાળો ભાંડી જાનથી મારી નાખવાની આપી ધમકી

જામનગરના ગાંધીનગર વિસ્તારમાં લવમેરેજ કરવાના મુદ્દે નારાજ બનેલા સાળાએ યુવકના ઘરે

Jamnagar /  પ્રેમલગ્નનો ખાર રાખી સાળાનો બનેવીના ઘરે હંગામો: ગાળો ભાંડી જાનથી મારી નાખવાની આપી ધમકી
આ સમાચાર સાંભળો

જામનગરના ગાંધીનગર વિસ્તારમાં લવમેરેજ કરવાના મુદ્દે નારાજ બનેલા સાળાએ યુવકના ઘરે પહોંચી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ સીટી-બી ડિવિઝન પોલીસમાં નોંધાઇ છે.

ફરિયાદ મુજબ પાર્થ રાજેશભાઈ સોલંકીએ આશરે ત્રણ મહિના અગાઉ લવમેરેજ કર્યા હતા. આરોપી મયુરસિંહ સજુભા જાડેજા ફરિયાદીનો સાળો થતો હોવાનું અને તેને આ લગ્ન પસંદ ન હોવાથી અગાઉ પણ ફરિયાદીને માર માર્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.

તા.1 ઓક્ટોબરના બપોરના સમયે આરોપી ફરિયાદીના ઘર પાસે આવ્યો હતો અને જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 351(3) તથા 352 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો