મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

જામનગર: 11 વર્ષની બાળકીને ફોન વાપરવાની બહેને ના પાડતા લાગ્યું માઠું, ગળે ફાંસો ખાઈને કરી આત્મહત્યા

જામનગર નજીક દરેડમાં રહેતા એક શ્રમિક પરિવારની 11 વર્ષની બાળકી માટે મોબાઈલ ફોન જીવલેણ સાબિત થયો છ

જામનગર: 11 વર્ષની બાળકીને ફોન વાપરવાની બહેને ના પાડતા લાગ્યું માઠું, ગળે ફાંસો ખાઈને કરી આત્મહત્યા

જામનગર નજીક દરેડમાં રહેતા એક શ્રમિક પરિવારની 11 વર્ષની બાળકી માટે મોબાઈલ ફોન જીવલેણ સાબિત થયો છે. મોબાઈલ ફોન વાપરવા લેવા માટે પોતાની બહેન સાથે ઝઘડો થયા બાદ મનમાં લાગી આવતાં ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે.

11 વર્ષીય પુત્રીએ  ગળે ફાંસો ખાઈને કરી આત્મહત્યા

આ બનાવની વિગત એવી છે કે મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ જામનગર નજીક દરેડ વિસ્તારમાં મધુવન મેટલ નામના કારખાનામાં રહીને મજૂરી કામ કરે છે, મળતા અહેવાલ પ્રમાણે મહિલાની 11 વર્ષીય પુત્રીએ કે જેણે રવિવારે પોતાના રહેણાક મકાનમાં લોખંડની આડશમાં સાડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.  કિશોરીની માતે 108ને કોલ કર્યો હતો, જો કે  કિશોરીને સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નિપજ્યું હતું.

પોલીસે આત્મહત્યાનો ગુનો કર્યો દાખલ

આ બનાવ અંગે કાજલબેન વિનોદભાઈ જાટવે પોલીસને જાણ કરતાં પંચકોશી બી. ડિવિઝન પોલીસ બનાવના સ્થળે પહોંચી ગઈ હતી અને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને આગળની તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો