Video: કાંકરિયામાં 24 ઓક્ટોબરે જામશે ગરબાની રમઝટ

અમદાવાદના કાંકરિયા લેકફ્રન્ટ ખાતે મહાનગરપાલિકા દ્વારા ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 24 ઓક્ટોબરે રાત્રે 7:30થી મધ્યરાત્રિ 12 વાગ્યા સુધી યોજાનારા આ મહોત્સવ માટે ગેટ નંબર 1 પાસે મુખ્ય સ્ટેજ તૈયાર કરવામાં આવી રહ્યું છે. નાગરિકો માટે ગરબામાં વિનામૂલ્યે પ્રવેશ રહેશે, જ્યારે 1000 દિવ્યાંગો પણ ગરબામાં ભાગ લેશે. સમગ્ર લેકફ્રન્ટ પરિસરમાં ગરબાની રમઝટ માણી શકાય તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અગાઉ બંધ થયેલા કાંકરિયાના ગરબા ફરી શરૂ થતાં શહેરીજનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.





