મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: કાંકરિયામાં પક્ષીપ્રેમીઓ માટે નવી પહેલ, વિંગ્સ ઓવર કાંકરિયા કાર્યક્રમ ત્રણ મહિના પ્રાયોગિક ધોરણે શરૂ થશે

અમદાવાદના કાંકરિયા સ્થિત કમલા નેહરુ પ્રાણીસંગ

તસવીર: gstv

અમદાવાદના કાંકરિયા સ્થિત કમલા નેહરુ પ્રાણીસંગ્રહાલયમાં પક્ષીપ્રેમીઓ માટે એક અનોખી સુવિધા શરૂ થવા જઈ રહી છે. અહીં સ્થાનિક તેમજ વિદેશી પ્રજાતિનાં દુર્લભ પક્ષીઓને નિહાળવા માટે ‘વિંગ્સ ઓવર કાંકરિયા’ કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. ખાસ કરીને શિયાળાની ઋતુમાં દેશ-વિદેશમાંથી અનેક પક્ષીઓ કાંકરિયા ખાતે સ્થળાંતર કરીને આવે છે   આ પક્ષીઓને નજીકથી નિહાળવા મુલાકાતીઓને 20 રૂપિયાના દરે દૂરબીન આપવામાં આવશે. સાથે માર્ગદર્શક પણ રહેશે, જે પક્ષીઓની પ્રજાતિઓ અને તેમની વિશેષતાઓ વિશે માહિતી આપશે. પ્રાયોગિક ધોરણે ત્રણ મહિના માટે શરૂ થનારી આ સુવિધા સફળ રહેશે તો તેનો સમયગાળો વધારવામાં આવશે.

આ સમાચાર શેર કરો