મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Jalalporમાં કાર ચાલકે ભૂલથી બ્રેકની જગ્યાએ દબાવ્યું એક્સિલેટર, દુકાન પાસે પાર્ક થયેલા મોપેડને મારી ટક્કર

નવસારીના જલાલપોર ભવાની મંદિર પાસે આજે સવારે 7:02 કલાકે એક અકસ્માત સર્જાયો. એક

નવસારીના જલાલપોર ભવાની મંદિર પાસે આજે સવારે 7:02 કલાકે એક અકસ્માત સર્જાયો. એક કાર ચાલકે ભૂલથી એક્સિલેટર દબાવી દેતા દુકાન પાસે પાર્ક કરેલી એક્ટિવાને ટક્કર મારી હતી.સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. અકસ્માત સમયે નજીકમાં રહેલા એક સાયકલ સવાર અને એક વૃદ્ધ વ્યક્તિ થોડી સેકન્ડો પહેલા જ ત્યાંથી પસાર થયા હતા. જો કાર ચાલકે થોડી વહેલી કાબુ ગુમાવ્યો હોત તો આ બંને વ્યક્તિઓ અકસ્માતનો ભોગ બની શક્યા હોત.કાર ચાલક અને એક્ટિવાના માલિક વચ્ચે સમાધાન થઈ ગયું છે. કાર ચાલકે એક્ટિવાની મરામત કરાવી આપવાની ખાતરી આપી છે. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. જલાલપોર રોડ 24 કલાક ટ્રાફિકથી ધમધમતો રહે છે. જો આ અકસ્માત મુખ્ય રસ્તા પર થયો હોત તો વધુ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ શકી હોત.

આ સમાચાર શેર કરો