મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ઈન્ટરનેટ પર વાયરલ તસવીરોને લઈ જૈન આચાર્ય સગારચંદ્ર સાગર મહરાજની પ્રતિક્રિયા આવી સામે

થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયામાં જૈન આચાર્ય સગારચંદ્ર સાગર મહારાજની કા

ઈન્ટરનેટ પર વાયરલ તસવીરોને લઈ જૈન આચાર્ય સગારચંદ્ર સાગર મહરાજની પ્રતિક્રિયા આવી સામે

થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયામાં જૈન આચાર્ય સગારચંદ્ર સાગર મહારાજની કામલીલાની તસવીરો વાઈરલ થઈ હતી. આ તસવીરો ફરતી થયા બાદ જૈન સમાજમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. સમગ્ર ઘટના ઉપર જૈન આચાર્ય સગારચંદ્ર સાગર મહારાજની પ્રતિક્રિયા સામે આવી છે.

તીર્થ નગરી પાલીતાણામાં જૈન આચાર્ય સગાર ચંદ્ર સાગર મહરાજની કામ લીલા વાયરલ તસવીરો વાઈરલ તહી હતી. સોશિયલ મીડિયામાં આ તસવીરો વાઇરલ થતાં જૈન સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જેં લઈને જૈન આચાર્ય સગારચંદ્ર સાગર મહારાજે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું, "સમાજના બે ત્રણ વ્યક્તિઓ મને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. મારી તસવીરોને કટિંગ કરી જૈનોના ગ્રુપમાં ફોરવર્ડ કરવામાં આવી છે. આ તસવીરોનો અમે ફોરેન્સિક રિપોર્ટ કરાવ્યો છે જેમાં તસ્વીરોને કટિંગ કરીને બનાવી હોવાનું સામે આવ્યું છે. હાલ અમે આ બાબતે પોલીસમાં અરજી આપી છે."

આ સમાચાર શેર કરો