અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા/ 18 ગજરાજ, 100 ટ્રકમાં સંસ્કૃતિ સહિત વિવિધ આકર્ષણો મળશે જોવા
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા નીકળશે. આ રથયાત્રામાં 18 ગજરાજનો સમાવેશ થશે, 101 ટ્રક માં વિવિધ સાં

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા નીકળશે. આ રથયાત્રામાં 18 ગજરાજનો સમાવેશ થશે, 101 ટ્રક માં વિવિધ સાંસ્કૃતિક ઝાંખી જોવા મળશે. ભવ્ય રથયાત્રામાં કસરતના 30 અખાડા, 18 ભજન મંડળીઓ, ત્રણ બેન્ડબાજા સાથે રહેશે. 2000 જેટલા સાધુ-સંતો હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જેન, જગન્નાથ પુરી તથા સૌરાષ્ટ્રમાંથી રથયાત્રામાં આવશે. 30 હજાર કિલો મગ, 500 કિલો જાંબુ ,500 કિલો કેરી, 400 કિલો કાકડી ,દાડમ પ્રસાદી ભક્તોને વહેંચવામાં આવશે.
5 જુલાઈના નેત્રોત્સવ પુજન વિધી, ધ્વજારોહણ, મહાઆરતી કરાશે
પાંચ જુલાઈના રોજ નેત્રોત્સવ પુજન વિધી, ધ્વજારોહણ, મહાઆરતી કરવામાં આવશે. 6 જુલાઈના ભગવાનને સોનાવેશના શણગાર કરવામાં આવશે. જગન્નાથ મંદિરના પ્રાંગણમા રથ પ્રતિષ્ઠા કરવામાં આવશે. સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશિષ્ટ પૂજા કરશે.
7 વાગ્યે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પહિંદ વિધી કરીને રથયાત્રાનો આરંભ કરાવશે
રથયાત્રાના દિવસે મંગળા આરતી બાદ સવારે 4.30 વાગ્યે ભગવાનને ખીચડીનો વિશિષ્ટ મહા ભોગ ધરાવવામાં આવશે. સવારે 5 વાગ્યે ભગવાનના આંખેથી પાટા ખોલવામા આવશે. આંખેથી પાટા ખોલ્યા બાદ સવારે 5.45 વાગ્યે ભગવાન રથમાં આરૂઢ થશે. 7 વાગ્યે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પહિંદ વિધી કરીને રથયાત્રાનો આરંભ કરાવશે.






