Gujarat news: ઉત્તરાયણના દિવસે પડશે કડકડતી ઠંડી, અનુકૂળ પવનને લીધે પતંગરસિયાઓને પડશે મજા
ગુજરાતમાં ઉતરાયણ પૂર્વે કડકડાતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે ઉતરાયણના દિ

ગુજરાતમાં ઉતરાયણ પૂર્વે કડકડાતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે ઉતરાયણના દિવસે ઉત્તર-પૂર્વ દિશા તરફથી પવન ફૂંકાશે. પવનની ગતિ 5 થી 15 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે, જે પતંગ ચગાવવા માટે મધ્યમ ગણી શકાય. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઠંડા પવન ફૂંકાવાની શક્યતા હોવાથી પર્વ દરમિયાન ઠંડીનું પ્રમાણ જળવાઈ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 48 કલાક બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે, જેના કારણે ઠંડીનું જોર વધશે.




