મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજ્યમાં ઇન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, અમદાવાદ-વડોદરામાં 27 જગ્યાએ ITની તપાસ

રાજ્યમાં લાંબા સમય બાદ ઇન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. અમદાવાદ-વડોદરામાં 20થી વધુ જગ્યાએ IT વિભાગ

રાજ્યમાં ઇન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, અમદાવાદ-વડોદરામાં 27 જગ્યાએ ITની તપાસ

રાજ્યમાં લાંબા સમય બાદ ઇન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. અમદાવાદ-વડોદરામાં 20થી વધુ જગ્યાએ IT વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

ગુજરાતમાં ITનું સર્ચ ઓપરેશન

ગુજરાતમાં લાંબા સમય બાદ શનિવારે ઇન્કમટેક્સનું મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદ અને વડોદરામાં ખુરાના ગ્રુપ તેમજ માધવ કન્સ્ટ્રકશન ઉપર ઇન્કમટેક્સ ત્રાટક્યુ છે. વડોદરાના નાખુરા ગ્રુપના અશોક ખુરાના સહિતના ભાગીદારોને ત્યાં ઇન્કમટેક્સ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

અમદાવાદમાં પણ માધવ કન્સ્ટ્રક્શનના સુધીર ખુરાના, વિક્રમ ખુરાના અને આશિષ ખુરાનાને ત્યાં પણ ઇન્કમટેક્સે તવાઇ બોલાવી છે. અમદાવાદ અને વડોદરા મળીને કૂલ 27 જગ્યાએ ઇન્કમટેક્સ દ્વારા દરોડા અને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ અને વડોદરામાં મોટા પાયે ઇન્કમટેક્સના સર્ચ ઓપરેશનમાં બેનામી સંપત્તિ મળે તેવી શક્યતા છે. ઇન્કમટેક્સની સર્ચ ઓપરેશનની કામગીરીને કારણે રાજ્યમાં કન્સ્ટ્રક્શન સાઇટ ધરાવતા બિલ્ડરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આ સમાચાર શેર કરો