Video: બંને બહેનપણીઓનું બ્રેકઅપ થઈ જતાં આપઘાત કર્યો હોવાની શક્યતા, મોબાઈલની ચેટ્સથી થયો ખુલાસો
સુરતના ડીંડોલીમાં બે વિદ્યાર્થિનીઓના આપઘાત કેસમાં પોલીસ તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો


સુરતના ડીંડોલીમાં બે વિદ્યાર્થિનીઓના આપઘાત કેસમાં પોલીસ તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આપઘાત પાછળ પ્રેમ પ્રકરણ હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું છે કે, રોશની અને જ્યોત્સના બંનેના તાજેતરમાં જ બ્રેકઅપ થયા હતા, જેના કારણે તેઓ ડિપ્રેશનમાં સરી પડી હતી.
ચોંકાવનારી વિગત એ છે કે, આ બંને બ્રેકઅપ માત્ર 15 દિવસના અંતરાલમાં જ થયા હતા, જેણે આ બંને સખીઓને માનસિક રીતે તોડી નાખી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. પોલીસે જ્યારે બંને વિદ્યાર્થિનીઓના મોબાઈલ ફોનની ઝીણવટભરી તપાસ કરી, ત્યારે તેમાં કેટલીક મહત્વની ચેટ્સ મળી આવી હતી જે સીધો ઈશારો તેમના પ્રેમસંબંધોના અંત તરફ કરતી હતી.




