મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

PM મોદીની સુરક્ષાની જવાબદારી અભય ચુડાસમાને સોંપાતા અનેક તર્કવિતર્ક, 22 દિવસ પહેલા જ આપ્યું છે રાજીનામું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે. વડાપ્રધાન મોદીની સુરક્ષાની જ

PM મોદીની સુરક્ષાની જવાબદારી અભય ચુડાસમાને સોંપાતા અનેક તર્કવિતર્ક, 22 દિવસ પહેલા જ આપ્યું છે રાજીનામું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે. વડાપ્રધાન મોદીની સુરક્ષાની જવાબદારી છેલ્લી ઘડીએ એડિશનલ ડીજીપી રેન્કના અભય ચુડાસમાને સોંપવામાં આવતા અનેક ચર્ચાઓ વહેતી થઇ છે.

અભય ચુડાસમાને મનાવવાના પ્રયાસ

અભય ચુડાસમા 22 દિવસ પહેલા ગુજરાત સરકારમાં રાજીનામુ મોકલી ચૂક્યા છે. તારીખ 31 ઓક્ટોબરે નિવૃત થનારા એડિશનલ ડીજીપી અભય ચુડાસમાને અચાનક જ વડાપ્રધાન સલામતી બંદોબસ્તનું સુપરવિઝન સોંપવામાં આવતા અનેક ચર્ચાઓ થઇ રહી છે. ચર્ચાઓ તો ત્યાં સુધી છે કે વડાપ્રધાનની જૂનાગઢ મુલાકાત દરમિયાન સુરક્ષા સંભાળતા અભય ચુડાસમાને તેઓની સાથે વાતચીતની તક મળી શકે છે.

અભય ચુડાસમાએ રાજીનામાનો નિર્ણય કર્યો તે પાછળનું કારણ જાણવા અથવા તો સમજાવટ કરવા વાતચીત કરવામાં આવે તેવી પણ ચર્ચા છે. જોકે જાણકારો કહે છે કે, ચુડાસમાએ રાજીનામું આપ્યું તે મંજૂર કરવા પ્રક્રિયા હાથ ધરવામાં આવે તો પણ કેન્દ્રમાંથી મંજૂરી આવતા સમય વીતે એમ છે.આ સંજોગોમાં વય મર્યાદા નિવૃતિ આડે આઠ મહિના બાકી છે ત્યારે એડિશનલ ડીજીપી કક્ષાના ગુજરાતના IPSને વડાપ્રધાન સમજાવટ માટે વાતચીત કરે એવું શક્ય છે કે કેમ તેની ચર્ચાઓ પોલીસ બેડામાં વહેતી કરી દેવાઇ છે.

સતત સક્રિય એવા અધિકારીએ કામના અભાવથી કંટાળીને રાજીનામું ધરી દીધાની ચર્ચા વચ્ચે મોદીની સોરઠ મુલાકાત ટાંણે એક અધિકારીની સાથે વાતચીતનો તખ્તો ઘડાય એવી વાત વહેતી કરવાનો હેતુ શું હોઇ શકે એવા સવાલ ઉચ્ચ સ્તરે અને રાજકીય બેડામાં થઇ રહ્યાં છે.

આ સમાચાર શેર કરો