સુરતમાં એક છત નીચે મળશે ઈન્ટરનેશનલ લક્ઝરી બ્રાન્ડ, 1200 ચોરસ ફૂટનો શોરૂમ શરૂ
સુરતઃ પરફ્યુમ, સ્કિન કેર કોસ્મેટિક્સ, કલર કોસ્મેટિક્સ અને હેર કોસ્મેટિક્સ સહિતની

સુરતઃ પરફ્યુમ, સ્કિન કેર કોસ્મેટિક્સ, કલર કોસ્મેટિક્સ અને હેર કોસ્મેટિક્સ સહિતની ફેશન એસેસરીઝ પ્રેમીઓ માટે હવે તમામ ઈમ્પોર્ટેડ બ્રાન્ડ્સ એક છત નીચે ઉપલબ્ધ છે. વેસુ વિસ્તારમાં સ્ટાઈલીટો નામનો મલ્ટી-પ્રીમિયમ બ્રાન્ડ શોરૂમ સ્થાપવામાં આવ્યો છે. જ્યાં તમામ પ્રકારની પ્રીમિયમ બ્રાન્ડ્સ એક છત નીચે ઉપલબ્ધ થશે.
આ અંગે સંચાલક કલ્પેશ દેસાઈ અને વિષ્ણુ રાજપુરોહિતે કહ્યું કે સુરતમાં પ્રીમિયમ બ્રાન્ડના પરફ્યુમ, કોસ્મેટિક્સ, પરફ્યુમ, હેર કેર કોસ્મેટિક્સ, ડીઓડરન્ટ્સ, એસેસરીઝ, લેધર બેલ્ટ અને વોલેટના શોખીનો મોટી સંખ્યામાં છે. જોકે, તેમને અલગ-અલગ બ્રાન્ડના શોરૂમ કે દુકાનોમાં જવું પડે છે. તેથી આ મલ્ટિ-બ્રાન્ડ શોરૂમ એક જ જગ્યાએ પ્રીમિયમ બ્રાન્ડ્સ ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવ્યો છે. આ શોરૂમ વેસુ કેનન સ્ટ્રીટ વન પાસે 1200 ચોરસ ફૂટના વિશાળ વિસ્તારમાં ખોલવામાં આવ્યો છે.




