અમદાવાદ: નદીપારના 32 બ્રિજોનું કરાયું ઈન્સ્પેક્શન, ગાંધીબ્રિજનું સુપર સ્ટ્રકચર ખરાબ અને પાંચ બ્રિજની દિવાલોમાં તિરાડ
અમદાવાદ મ્યુનિ.ના બ્રિજ પ્રોજેકટ વિભાગ દ્વારા નદીપારના વિસ્તારમાં આવેલા રિવરબ્રિજ, ફલાયઓવરબ્રિજ સહિત ૩૨ બ

અમદાવાદ મ્યુનિ.ના બ્રિજ પ્રોજેકટ વિભાગ દ્વારા નદીપારના વિસ્તારમાં આવેલા રિવરબ્રિજ, ફલાયઓવરબ્રિજ સહિત ૩૨ બ્રિજનું ઈન્સપેકશન કરાવવામાં આવ્યુ હતું .ગાંધીબ્રિજનું સુપર સ્ટ્રકચર ખરાબ પરિસ્થિતિમાં જોવા મળ્યુ છે.પરિમલ અંડરપાસની દિવાલોમાં તિરાડ જોવા મળી છે.
અંજલી,શિવરંજની ફલાયઓવરબ્રિજ સહિતના અન્ય બ્રિજમાં રીપેરીંગ કરાવવું જરુરી બન્યુ છે.ગુજરાત કોલેજ રેલવે ફલાયઓવરબ્રિજની દિવાલોમાં તિરાડ પડી ગઈ છે.
| બ્રિજનું નામ | કયા પ્રકારની ક્ષતિ |
| એ.ઈ.સી. | બેરીંગ સાફ કરવી જરુરી |
| સોલા બ્રિજ | આઉટલેટ પાઈપ રીપેરીંગ |
| ઈન્કમટેકસ | બેરીંગ ઉપર કાટ |
| અખબારનગર | ફૂટપાથ-રોડ ખરાબ |
| મજમુદારબ્રિજ | સ્પાન-ગર્ડરોમાં તિરાડ |
| ઈન્કમટેકસ અંડરપાસ | દિવાલોમાં તિરાડ |
| પ્રબોધ રાવલ બ્રિજ | માઈનોર રીપેરીંગ |
| ઉસ્માનપુરા અંડરબ્રિજ | ટાઈલ્સ તૂટેલા છે |
| અંજલી ફલાયઓવર | પ્લાસ્ટરમાં નુકસાન |
| શિવરંજની ફલાયઓવર | બેરીંગ સાફ કરવી જરુરી |
| હેલમેટ જંકશન | ગર્ડરના નીચેના સળીયા ખુલ્લા |
| આઈ.આઈ.એમ. | સેન્ટ્રલ વર્જનું રીપેરીંગ |
| ચીમનભાઈ બ્રિજ | રેલીંગ,ફૂટપાથ તૂટેલા |
| શ્રેયસબ્રિજ | માઈનોર રીપેરીંગ |
| ગુજરાત કોલેજ બ્રિજ | ગર્ડર ,દિવાલમાં નુકસાન |
| રાણીપ બ્રિજ | બોકસ ગર્ડરમાં તિરાડો |
| નિર્ણયનગર અંડરપાસ | માઈનોર રીપેરીંગ |
| પરિમલ અંડરપાસ | દિવાલોમાં તિરાડ |
| સુભાષબ્રિજ | દિવાલોમાં તિરાડ |
| ગાંધીબ્રિજ(જુનો) | માઈનોર રીપેરીંગ |
| ગાંધીબ્રિજ(નવો) | સુપરસ્ટ્રકચર ખરાબ સ્થિતિમાં |
| નહેરુબ્રિજ | માઈનોર રીપેરીંગ |
| ઈસનપુર બ્રિજ | ગર્ડરને નુકસાન થતુ અટકાવવું |
| ચાંદલોડીયા | માઈનોર રીપેરીંગ |
| વંદેમાતરમ | માઈનોર રીપેરીંગ |
| સીમ્સ બ્રિજ | માઈનોર રીપેરીંગ |
| ચાંદલોડીયા બ્રિજ | માઈનોર રીપેરીંગ |
| દક્ષિણી બ્રિજ | દિવાલોમાં તિરાડ |
| જીવરાજબ્રિજ | માઈનોર રીપેરીંગ |
| વસ્ત્રાપુર | માઈનોર રીપેરીંગ |
| મકરબા | માઈનોર રીપેરીંગ |
અમદાવાદ પૂર્વના વિસ્તારમાં આવેલા ૩૭ બ્રિજના ઈન્સપેકશન પછી નદીપારના વિસ્તારમાં આવેલા ૩૨ બ્રિજનું ઈન્સપેકશન પંકજ એમ પટેલ કન્સલ્ટન્ટ પ્રા.લી.તથા જીઓ ડિઝાઈન એન્ડ રીસર્ચ પ્રા.લી.એજન્સી દ્વારા કરાવવામાં આવ્યું હતું.
શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલા લેવલ ક્રોસીંગની સ્થિતિનું પણ ઈન્સપેકશન કરવામાં આવ્યુ હતુ.અલગ અલગ બ્રિજના રીપેરીંગ માટે શ્રી રામ ઈન્ફ્રાકેર પ્રા.લી.ને ૨.૬૯ કરોડથી કામગીરી સોંપવામાં આવશે.






