જેમ્સ અને જ્વેલરી સેક્ટરમાં સ્કીલ બેઝ્ડ ઉચ્ચ શિક્ષણ આપવાની દિશામાં પહેલ, ઉદ્યોગ-કેન્દ્રિત MBA-BBA કોર્સિસની શરૂઆત
જેમ્સ અને જ્વેલરી સેક્ટરમાં સ્કીલ બેઝ્ડ ઉચ્ચ શિક્ષણ આપવાની દિશામાં એક

જેમ્સ અને જ્વેલરી સેક્ટરમાં સ્કીલ બેઝ્ડ ઉચ્ચ શિક્ષણ આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ ભરાયું છે. મેધાવી સ્કીલ્સ યુનિવર્સિટી (MSU)અને સુરતના ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ જેમ્સ એન્ડ જ્વેલરી (ISGJ) વચ્ચે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) થયા છે. આ ક્ષેત્રમાં સ્કીલ ગેપને દૂર કરવા જ્વેલરી ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગમાં તેઓ સંયુક્ત રૂપે ઉદ્યોગ સંલગ્ન BBA અને MBA અભ્યાસક્રમો શરૂ કરી રહ્યા છે. આ કોર્સિસ એપ્રેન્ટિસશીપ એમ્બેડેડ ડિગ્રી પ્રોગ્રામ છે. જેનાથી વિદ્યાર્થીઓને ભણતા ભણતા જ સીધો ઉદ્યોગનો અનુભવ મળી રહેશે.
એમઓયુ પર હસ્તાક્ષર MSUના સહ-સ્થાપક અને પ્રો- ચાન્સેલર કુલદીપ સરમા અને ISGJના સ્થાપક અને સીઈઓ કલ્પેશ દેસાઈએ કર્યા હતા. આ પ્રસંગે MSUના ઇન્ડસ્ટ્રીયલ રીલેશન્સના વાઇસ પ્રેસિડન્ટ સજીવ કુમાર અને ISGJ ના એકેડેમિક ડિરેક્ટર હાજર રહ્યા હતા. આ એમઓયુનો ઉદ્દેશ્ય પરંપરાગત કારીગરી અને આધુનિક ઉદ્યોગની જરૂરિયાતો વચ્ચેના અંતરને દૂર કરવાનો છે. આ કોર્સિસ વિદ્યાર્થિઓને સતત બદલાતા જતા જ્વેલરી ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગ સાથે તાલ મિલાવતા શીખવશે.
આ પ્રસંગે પોતાનો ઉત્સાહ વ્યકત કરતા એમએસયુના કુલદીપ સરમાએ કહ્યું કે જેમ્સ અને જ્વેલરી સેક્ટરમાં 46 લાખ જેટલા લોકો મોટી સંખ્યામાં કામ કરે છે. તેઓ દેશના જીડીપીમાં મોટું યોગદાન કરે છે. એટલે તેમની સ્કીલ્સમાં વધારો કરવાનું કાર્ય આજે ખૂબ જ મહત્વનું બની ગયું છે. આ કરારથી અમે અમેં એવું કામ કરવા જઇ રહ્યા છીએ જે આ ક્ષેત્રના વિકાસમાં ખૂબ જ ગતિ લાવશે.






