Patan news: પશુઓના વાડામાંથી પાણીપુરી બનાવવાની સામગ્રી પકડાઈ, 500 કિલો સડેલા બટાકા જપ્ત
પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતના કર્મચારીઓએ મિરા દરવાજા-લક્ષ્મીનગર

પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતના કર્મચારીઓએ મિરા દરવાજા-લક્ષ્મીનગર વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. સફાઈ અભિયાન દરમિયાન રખડતી ગાયોના વાડામાં પાણીપુરીનો ધંધો ધમધમતો જોવા મળ્યો હતો. પશુમાલિકોએ વાડાની જમીન ભાડે આપી રહેણાંક ઓરડી બનાવી, જ્યાંથી સડેલા બટાકા તેમજ દુર્ગંધયુક્ત સામગ્રી મળી આવી છે. તપાસમાં સસ્તા અનાજની દુકાનોમાંથી મફત વિતરણના ચણા-મીઠાનો જથ્થો જપ્ત કરાયો છે. ચીફ ઓફિસરે આ બાબતે જિલ્લા પુરવઠા અધિકારીને જાણ કરી છે. નગરપાલિકાની ટીમે 500 કિલો સડેલા બટાકા અને 5 કિલો ચણા જપ્ત કર્યા છે.




