મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મોરબીમાં સિરામિક ગ્રુપ સહિત 40 સ્થળો પર આવક વેરા વિભાગના દરોડા, 250થી વધુ અધિકારીઓનું મેગા ઓપરેશન

ગુજરાતના રાજકોટ અને મોરબીમાં IT વિભાગે વહેલી સવારે દરોડા પાડ્યા છે. વહેલી સવારે IT વિ

મોરબીમાં સિરામિક ગ્રુપ સહિત 40 સ્થળો પર આવક વેરા વિભાગના દરોડા, 250થી વધુ અધિકારીઓનું મેગા ઓપરેશન
ગુજરાતના રાજકોટ અને મોરબીમાં IT વિભાગે વહેલી સવારે દરોડા પાડ્યા છે. વહેલી સવારે IT વિભાગે સિરામિક ઉદ્યોગપતિના  40 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. 250થી વધુ ITના અધિકારીઓ, કર્મચારીઓ અને સુરક્ષા કર્મીઓએ દરોડા પાડ્યા છે. મોરબીમાં પ્રખ્યાત લેવિસ સિરામિક ગ્રુપના ઘર, ઓફિસ, વેરહાઉસમાં મોટા પાયે દરોડા પાડવામાં આવ્યા છે.

ઘર, ઓફિસ, વેરહાઉસમાં મોટા પાયે દરોડા

 ITના દરોડા બાદ ઔધિગિક એકમોના માલિકો, વેપારીઓ અન્ય સિરામિક ઉદ્યોગકારોમાં ફફડાટ ફેલાયો છે. ઉલ્લેખનીય છે કે લાંબા સમય બાદ ગુજરાતમાં ITનું મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે દરોડા બાદ બેનામી વ્યવહારો ઝડપાશે તેવું તારણ સામે આવી રહ્યું છે.મોરબીના પરેશ પટેલ, બિલ્ડર રાજુભાઈ ફેસ ગ્રુપ અને લેવીસ  સિરામિકના જીતુભાઈ રોજવાડીયા ગ્રૂપ પર દરોડા પાડવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજકોટમાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. 

 દરોડામાં બેનામી વ્યવહારો અને મોટા પાયે કર ચોરી ઝડપાય તેવી શક્યતા

પ્રાથમિક માહિતી મુજબ, આ દરોડામાં બેનામી વ્યવહારો અને મોટા પાયે કર ચોરી ઝડપાય તેવી શક્યતા છે. IT વિભાગ કાગળો, ડિજિટલ રેકોર્ડ્સ અને રોકડ અંગે તપાસ ચાલી રહી છે.રાજકોટમાં પણ સંબંધિત ઉદ્યોગપતિઓના સ્થળોએ સર્ચ શરૂ કરવામાં આવ્યું છે. 

આ સમાચાર શેર કરો