અમદાવાદ: RTE હેઠળ આવક મર્યાદામાં લાખોનો વધારો, વાલીઓમાં ભારે ઉત્સાહનો માહોલ
અમદાવાદમાં રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ આવક મર્યાદા રૂ. 1.5 લાખથી વધારીને રૂ. 6 લાખ કરવામાં આવતાં વાલ

અમદાવાદમાં રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ આવક મર્યાદા રૂ. 1.5 લાખથી વધારીને રૂ. 6 લાખ કરવામાં આવતાં વાલીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ નવી આવક મર્યાદાને કારણે RTE પ્રવેશ પ્રક્રિયામાં ફોર્મ ભરવા માટે જોરદાર રિસ્પોન્સ મળ્યો છે. અમદાવાદમાં માત્ર 15 દિવસના ટૂંકા ગાળામાં 31 હજાર ફોર્મ ભરાઈ ચૂક્યા છે.
શહેરમાં RTE હેઠળ ઉપલબ્ધ બેઠકોની સંખ્યા માત્ર 14 હજાર
જ્યારે શહેરમાં RTE હેઠળ ઉપલબ્ધ બેઠકોની સંખ્યા માત્ર 14 હજાર છે. આનો અર્થ એ થયો કે ઉપલબ્ધ બેઠકોની સરખામણીએ બમણા ફોર્મ ભરાઈ ચૂક્યા છે.
સરકારે ફોર્મ ભરવાની સુવિધા ઓનલાઈન ઉપલબ્ધ કરાવી
ગુજરાત સરકારે ફોર્મ ભરવાની સુવિધા ઓનલાઈન ઉપલબ્ધ કરાવી છે, અને તેની અંતિમ તારીખ 15 એપ્રિલ, 2025 સુધી રાખવામાં આવી છે. હાલના તબક્કામાં પણ ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે, અને અંતિમ તારીખ સુધીમાં હજુ વધુ ફોર્મ ભરાવાની શક્યતા છે.. આ ધસારાને કારણે ખાનગી શાળાઓમાં 25% બેઠકો આરક્ષિત કરવાના RTE નિયમ હેઠળ પ્રવેશ મેળવવા માટે સ્પર્ધા તીવ્ર બની છે.






