મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતના હજીરાના વિકાસની યોજનાઓનું ઉદઘાટન, મંત્રી મુકેશ પટેલે કહ્યું- પર્યાવરણ, જળનીન સાથે થશે ગ્રામ્ય વિકાસ

સુરતના હજીરામાં આવેલી આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયાએ હજીરા અને આસપાસના વિસ્તારો સાથે સંકળાયેલા સમુદાયના

સુરતના હજીરાના વિકાસની યોજનાઓનું ઉદઘાટન, મંત્રી મુકેશ પટેલે કહ્યું- પર્યાવરણ, જળનીન સાથે થશે ગ્રામ્ય વિકાસ

સુરતના હજીરામાં આવેલી આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયાએ હજીરા અને આસપાસના વિસ્તારો સાથે સંકળાયેલા સમુદાયના સર્વાંગી વિકાસ અને ગ્રામ્ય સમૃદ્ધિ માટે અનેક મહત્વપૂર્ણ કોર્પોરેટ સામાજિક જવાબદારી હેઠળ આવતી યોજનાઓની શરૂઆત કરી છે. હજીરા-કાંઠાં વિસ્તારના લોકો માટે સમર્પિત આ પ્રોજેક્ટ્સમાં પર્યાવરણ સંરક્ષણ, જળ સંસાધન વ્યવસ્થાપન, ગ્રામ્ય વિકાસ અને સમુદાય કલ્યાણ જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે. વિવિધ યોજનાઓના ઉદ્ઘાટન સમારોહમાં રાજ્ય મંત્રી  મુકેશ પટેલ, વન અને પર્યાવરણ, હવામાન પરિવર્તન, જળ સંસાધન અને પાણી પુરવઠા વિભાગ સાથે કરાઈ હતી.

આબોહવા પરિવર્તન અને પર્યાવરણીય સંતુલનની જાળવણી જેવા વિષયોને કેન્દ્રમાં રાખીને મંત્રી મુકેશ પટેલે ગ્રીન ઈનિશિએટીવ પર ભાર મુક્યો હતો. નિર્વાહ- સાધનને પ્રોત્સાહન આપે છે. ‘વન કવચ’ વિકાસ, બે મોટા તળાવોને પુનર્જીવન અને સોલાર લિફ્ટ ઈરીગેશન (સિંચાઈ) સિસ્ટમની સ્થાપના પર્યાવરણ સંરક્ષણ માટે મહત્વપૂર્ણ પગલાં છે અને તેનો મોટાભાગના સ્થાનિક લોકોને લાભ મળશે. હું એએમએનએસ ઈન્ડિયાની સમગ્ર ટીમનો આભાર માનું છું કે તેઓ પર્યાવરણ અને ગ્રામ્ય વિકાસ માટે ઉત્સાહભેર કામ કરી રહ્યા છે.”

પર્યાવરણલક્ષી પ્રકલ્પોથી આગળ વધીને, એમએમએનએસ ઈન્ડિયાએ સમુદાય વિકાસ પર કેન્દ્રિત અનેક યોજનાઓનું પણ ઉદ્ઘાટન કર્યું છે. મહિલાઓને આર્થિક રીતે પગભર કરવા માટે ‘શિવ સખી મંડળ સંચાલિત કેન્ટીન’ આગમન સેન્ટર પાસે, પ્લાન્ટ-બી નજીક કાર્યરત કરવામાં આવી છે.દામકા ગામના યુવા ખેલાડીઓ માટે એક નવું ક્રિકેટ મેદાન તૈયાર કરવામાં આવ્યું છે, જે રમત-ગમત અને આરોગ્યપ્રદ જીવનશૈલીને પ્રોત્સાહિત કરશે. તે ઉપરાંત, સ્થાનિક સમુદાયની રજૂઆતને ધ્યાને લઈને રાજગરી ગામમાં એક સ્મશાનગૃહ પણ કાર્યરત કરાયું છે.

આ સમાચાર શેર કરો