મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં મહિલા પોલીસે જીવન ટૂંકાવ્યું, ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત

સુરતમાં મહિલા પોલીસ કર્મચારીના આપઘાતથી ચકચાર મચી જવા પામ્યો છે. બસેર

સુરતમાં મહિલા પોલીસે જીવન ટૂંકાવ્યું, ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત

સુરતમાં મહિલા પોલીસ કર્મચારીના આપઘાતથી ચકચાર મચી જવા પામ્યો છે. બસેરા હાઉસ ખાતે રહેતી મહિલા પોલીસ કર્મચારી ઘરે એકલી હતી ત્યારે ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત.  ઉમરા પોલીસે વધુ તપાસ હાથ ધરી.

છેલ્લા 8 વર્ષથી પોલીસ ખાતામાં ફરજ બજાવતા અને 1 વર્ષથી સુરત એરપોર્ટ પર ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મી શેતલ ચૌધરીએ આપઘાત કર્યો હતો. અઠવાલાઈન્સ સ્થિત બસેરા હાઉસ ખાતે રહેતા હતા જ્યાં ઘરે એકલા ત્યારે ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. મૃતક પોલીસકર્મીને ગાર્ડ ઓફ ઓનર આપી વિદાય કરવામાં આવી. હાલ આપઘાતનું કારણ અકબંધ છે પરંતુ ઉમરા પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો