VIDEO: ધોળકામાં સમર્પણ-૨ સોસાયટીમાં ગટરનું ગંદુ પાણી પીવા મજબૂર રહીશો
અમદાવાદ જિલ્લાના ધોળકા શહેરની સમર્પણ-2 સોસાયટીમાં ગટર અને પીવાના પાણીની ગંભીર સમસ્યાથી

અમદાવાદ જિલ્લાના ધોળકા શહેરની સમર્પણ-2 સોસાયટીમાં ગટર અને પીવાના પાણીની ગંભીર સમસ્યાથી રહિશો પરેશાન બન્યા છે. અનેક દિવસોથી ગટરનું પાણી પીવાના પાણીમાં ભળતું હોવાના આક્ષેપ વચ્ચે રોગચાળાનો ભય ફેલાયો છે. ગટર બેક મારતા સમગ્ર સોસાયટીમાં ગંદુ પાણી ફરી વળ્યું છે, જેના કારણે કાદવ, દુર્ગંધ અને અસ્વચ્છતાની સ્થિતિ સર્જાઈ છે. વિદ્યાર્થીઓ, વૃદ્ધો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રહિશોનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆત છતાં તંત્ર કોઈ નક્કર કાર્યવાહી કરતું નથી. વેરો ભરવા છતાં મૂળભૂત સુવિધાઓ ન મળતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.


