મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO BREAKING: ધોળકામાં માટી માફિયાઓની દાદાગીરી; ખેડૂતની જાણ બહાર 12 વીઘા જમીનમાંથી 50,000 ઘનમીટર માટીની ચોરી

અમદાવાદ ગ્રામ્યના ધોળકા તાલુકાના ભુંભલી ગામમાં માટી માફિયાઓની ગુંડા

તસવીર: GSTV

અમદાવાદ ગ્રામ્યના ધોળકા તાલુકાના ભુંભલી ગામમાં માટી માફિયાઓની ગુંડાગર્દીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક ખેડૂતની જાણ બહાર તેમની જમીનમાંથી અધધ ૫૦,૦૦૦ ઘનમીટર માટીની ચોરી થતાં ચકચાર મચી ગઈ છે. સરખેજના ભુપતભાઇ પ્રજાપતિએ ભુંભલી ગામની સીમમાં ખરીદેલી ૧૨ વીઘા જમીન પર માટી માફિયાઓએ તરાપ મારી હતી. આરોપી વિપુલભાઈ મારૂએ ડમ્પરો અને ભારે મશીનરી વડે માત્ર ૧૫ જ દિવસમાં ૮ વીઘા જમીનમાં ૮ ફૂટ ઊંડા ખાડા પાડી આખી જમીન ખોદી નાખી હતી અને આ માટી વટામણ-બગોદરા હાઇવે પર આવેલી એક હોટલ નજીક પૂરણ કરી દીધી હતી. હાલ ખેડૂતની ફરિયાદના આધારે કોઠ પોલીસે આરોપી સામે BNSની વિવિધ કલમો તથા ગુજરાત ખનીજ અધિનિયમ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જેમાં ખાણ ખનીજ વિભાગના રિપોર્ટ બાદ કરોડોની ચોરીનો આંકડો સામે આવી શકે છે.

આ સમાચાર શેર કરો