ક્રૂરતાની હદ: ધ્રાંગધ્રાના હરિપર ગામમાં માટીમાં સંતાડેલી નવજાત મળી, ધ્યાન ન જાય તે માટે ઢાંક્યા હતા પથ્થરો
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા હરિપર ગામની સીમમાં સાંજના સમયે માલધારીઓ ઢોર ચરાવી ર

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા હરિપર ગામની સીમમાં સાંજના સમયે માલધારીઓ ઢોર ચરાવી રહ્યા હતા, તે દરમ્યાન નાના બાળકનો રડવાનો અવાજ સંભાતા ત્યાં સ્થળ પર તપાસ કરી હતી. તપાસ કરતાં નવજાત બાળકીને માટીમાં સંતાડવામાં આવી હતી,તેના પર મોટા પથ્થરો મૂકવામાં આવ્યા હતા. લોકોએ પોલીસ અને 108ને જાણ કરી હતી. પોલીસ કાફલો ઘટના સ્થળ પર આવી પહોંચ્યો હતો.
પોલીસે બાળકીને સારવાર અર્થે ખસેડી
પોલીસે બાળકીને સારવાર અર્થે ખસેડી હતી. ફરજ પરના તબીબોએ જણાવ્યું કે આ બાળકીનો જન્મ થોડાક કલાકો પહેલાં જ થયો છે, અને હાલ સ્વસ્થ હોવાનું જણાવ્યું હતું. જ્યારે એક જ અઠવાડીયામાં બીજી બાળકીને ત્યજી દીધેલી હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં માતા-પિતા સહિતનાઓ સામે ઠેરઠેર ફિટકારની લાગણીઓ વરસાવી રહ્યા છે
બાળકીને ત્યજી દેનારા માતા-પિતાની પોલીસે શોધખોળ આદરી
બાળકીને ત્યજી દેનારા માતા-પિતાની પોલીસ શોધખોળ આદરી રહી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કોઈ યુવતિએ પોતાના કુકર્મને છુપાવવા માટે આ જઘન્ય કૃત્ય આચર્યું છે.






