મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સ્કુલ વર્ધી ચાલકો માટે મહત્વના સમાચાર, RTOએ નિયમોનું ફરમાન જાહેર કર્યું

સ્કૂલ વર્ધી લેતા વાહન ચાલકો માટે મહત્વના સમાચાર આવ્યા છે. RTOએ શાળામાં ભણતા બાળકોની સાવચેતી અને સુરક્ષા અંગે નિયમો બહા

સ્કુલ વર્ધી ચાલકો માટે મહત્વના સમાચાર, RTOએ નિયમોનું ફરમાન જાહેર કર્યું

સ્કૂલ વર્ધી લેતા વાહન ચાલકો માટે મહત્વના સમાચાર આવ્યા છે. RTOએ શાળામાં ભણતા બાળકોની સાવચેતી અને સુરક્ષા અંગે નિયમો બહાર પાડ્યા છે. હવેથી શાળા શરૂ થતા પહેલા વાહન ચાલકોએ પરમીટ લેવી આવશ્યક છે.

સ્કૂલ વર્ધી માટે ફક્ત ટ્રાન્સપોર્ટ વાહનનો ઉપયોગ કરી શકાશે

RTO કર્મચારી નિરવ બક્ષીના જણાવ્યા અનુસાર, શાળા શરૂ થતા પહેલા વાહન ચાલકોએ સ્કૂલ વર્ધીની પરમીટ લેવી આવશ્યક છે. સ્કૂલ વર્ધી માટે ફક્ત ટ્રાન્સપોર્ટ વાહનનો ઉપયોગ કરી શકાશે. નોન ટ્રાન્સપોર્ટ વાહનના ઉપયોગ સામે દંડની જોગવાઈ કરવામાં આવી છે.

વાહનમાં બાળકોની સંખ્યા નિશ્રિત કરવામાં આવી

RTO નિયમાનુસાર વિદ્યાર્થીઓને બેસાડી શકાશે. ઓટો રિક્ષામાં 6 નાના બાળકો જ્યારે વેનમાં 8 બાળકોને બેસાડી શકાશે. સ્કૂલ વર્ધીમાં ચાલતા વાહનોનો વીમો અને PUC ફરજિયાત છે. શાળા શરૂ થતા ડ્રાઈવનું આયોજન કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો