મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

હરણી બોટકાંડ મામલે હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો, બે કમિશનર સામે શિક્ષાત્મક પગલાં લેવા કર્યો આદેશ

વડોદરા હરણી બોટકાંડ મામલે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટે આ દુર્ઘટના મામલે બે મ્

હરણી બોટકાંડ મામલે હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો, બે કમિશનર સામે શિક્ષાત્મક પગલાં લેવા કર્યો આદેશ

વડોદરા હરણી બોટકાંડ મામલે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટે આ દુર્ઘટના મામલે બે મ્યુનિસિપલ કમિશ્નરને જવાબદાર ઠેરવ્યા છે. નોંધનીય છે કે, ગત 18 જાન્યુઆરીએે હરણી લેકઝોનમાં 12 બાળક સહિત 14 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

હરણી બોટકાંડ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે વડોદરાના તત્કાલીન મનપા કમિશનર વિનોદ રાવ, પૂર્વ કમિશનર એચ.એસ પટેલને જવાબદાર  ઠેરવ્યા છે. હાઈકોર્ટે 15 પાનાનાં ચુકાદામાં આ હુકમ કર્યો છે. એટલું જ નહીં વિનોદ રાવ, એચ. એસ પટેલ સામે શિક્ષાત્મક પગલાં લેવા પણ આદેશ કર્યો છે. 

લેક ઝોન કોન્ટ્રાકટર કોટીયા પ્રોજેક્ટ પાસે જરૂરી ક્વોલિફિકેશન લાયકાત નહીં હોવા છતાં તે સમયના મ્યુનિસિપલ કમિશનરે જાતે જ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. જેમાં સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી પહેલા મળી નહોતી તેમ છતાં  કમિશનરે મંજૂરી આપી હોવાનું કોર્ટનું અવલોકન છે. આ બંને અધિકારીઓએ કાયદાથી વિપરીત નિર્ણયો લીધા હોવાનું પણ કોર્ટનું અવલોકન છે. 12 જુલાઈએ આ કેસની વધુ સુનાવણી કરવામાં આવશે.

હરણી બોટકાંડે 14 લોકોનો લીધો હતો ભોગ

ઉલ્લેખનીય છે કે, ગત 18 જાન્યુઆરી 2024ના રોજ  વડોદરા હરણી-મોટનાથ હોડી દુર્ઘટનામાં ન્યૂ સનરાઇઝ સ્કૂલનાં 12 બાળકો અને 2 શિક્ષિકાઓના મોત થયા હતા. 14 લોકોનો ભોગ લેનાર આ બનાવે વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવી મૂક્યો હતો.

આ સમાચાર શેર કરો