મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં યથાવત રીતે ફરતું દાદાનું બુલડોઝર, માથાભારે ભરત સોહલાના ગેરકાયદે દબાણો હટાવાયા

છેલ્લા એક સપ્તાહ કરતાં વધુ સમયથી રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ પોલીસ આકરી કાર્યવાહી કરી રહી છે. ત્યારે દા

સુરતમાં યથાવત રીતે ફરતું દાદાનું બુલડોઝર, માથાભારે ભરત સોહલાના ગેરકાયદે દબાણો હટાવાયા

છેલ્લા એક સપ્તાહ કરતાં વધુ સમયથી રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ પોલીસ આકરી કાર્યવાહી કરી રહી છે. ત્યારે દાદાનું બુલડોઝર આજે પણ યથાવત રીતે ફરતું જોવા મળ્યું હતું. સુરતના ખટોદરા આઝાદ નગર વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણો હટાવવા માટે પોલીસ અને મનપાએ સંયુક્ત કાર્યવાહી કરી હતી. અસામાજિક તત્ત્વ ભરત ભોજાભાઈ સોહલા દ્વારા ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણોને ખટોદરા પોલીસ, અલથાણ પોલીસ અને SMCની ટીમ દ્વારા દૂર કરવામાં આવ્યા હતા.

ગરેકાયદે દબાણ હટાવાયું

સુરત પોલીસ દ્વારા અસામાજિક તત્વો સામે કાર્યવાહી ઝડપી કરવામાં આવી રહી છે, જેથી શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ મૂકવામાં આવી શકે. પોલીસ દ્વારા ભરત સોહલા સામે વધુ પગલાં લેવાશે, તેમજ અન્ય અસામાજિક તત્ત્વો વિરુદ્ધ પણ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. ભરત સોહલા સામે અગાઉથી અનેક ગુનાઓ નોંધાયેલા છે, જેમાં મારામારી સહિત કુલ 7થી વધુ ગુનાઓ સામેલ છે. તે છતાં, તે સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો કરી બેઠો હતો, જેને હટાવવા માટે સત્તાવાળાઓએ આજે મોટી કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમાચાર શેર કરો