અમદાવાદ: સરખેજમાં બુટલેગર બાબુ રાઠોડનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું
અમદાવાદના વસ્ત્રાલમાં અસામાજિક તત્ત્વો દ્વારા તલવારો અને છરી વડે સામાન્ય નાગરિકોને હેરા

અમદાવાદના વસ્ત્રાલમાં અસામાજિક તત્ત્વો દ્વારા તલવારો અને છરી વડે સામાન્ય નાગરિકોને હેરાન કરી આતંક મચાવનારા દ્રશ્યો સામે આવ્યા હતાં. ત્યારબાદ જાણે રાજ્યની પોલીસ સફાળા જાગી હોય તેમ રાજ્યના તમામ અસામાજિક તત્ત્વોની શાન ઠેકાણે લાવવાનું મિશન શરૂ કર્યુ છે. DGPના આદેશ બાદ તમામ ગુનેગારોના ઘર અને ગેરકાયદે દબાણો દૂર કરવા બુલડોઝરની પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ગુરૂવારે (20મી માર્ચ) સરખેજમાં લિસ્ટેડ બુટલેગરના ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે.
પોલીસની હાજરીમાં ડિમોલિશન કરાયું
ગુજરાતમાં દારૂબંધી તો છે, તેમ છતાં છાશવારે રાજ્યમાં દેશી દારૂના અડ્ડા અને દારૂ પીને આતંક મચાવનારા જોવા મળતા રહે છે. જેને ડામવા માટે SMC (સ્ટેટ મોનિટરિંગ સેલ) દ્વારા આવા 15 બુટલેગરોની ગેરકાયદે મિલકત અને બાંધકામ અંગેની યાદી જાહેર કરી છે અને તેના પર બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી છે.
સરખેજમાં લિસ્ટેડ બુટલેગર બાબુ રાઠોડનું ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યું
આજે અમદાવાદના સરખેજમાં લિસ્ટેડ બુટલેગર બાબુ રાઠોડનું ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે. આ ડિમોલિશન પોલીસની હાજરીમાં કરાયું હતું. નોંધનીય છે કે, બાબુ રાઠોડ સામે ડ્રગ્સ, મારામારી સહિત 23 ગુનાઓ નોંધાયા છે.






