મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

જોખમી રીતે ફટાકડા ફોડવાના વીડિયો બનાવ્યા તો આવી બન્યું, સુરતના પોલીસ કમિશનરે આપી ચેતવણી

દિવાળીની ઉજવણીમાં ફટાકડા ફોડવાની પરંપરા છે. ત્યારે આ વખતે પણ દિવાળીએ ફટાકડા ફોડવા સૌ કોઈ સજ્જ છે. પર

જોખમી રીતે ફટાકડા ફોડવાના વીડિયો બનાવ્યા તો આવી બન્યું, સુરતના પોલીસ કમિશનરે આપી ચેતવણી

દિવાળીની ઉજવણીમાં ફટાકડા ફોડવાની પરંપરા છે. ત્યારે આ વખતે પણ દિવાળીએ ફટાકડા ફોડવા સૌ કોઈ સજ્જ છે. પરંતુ પોલીસે ફટાકડા ફોડવાને લઈને જાહેરનામું બહાર પાડ્યું છે. ત્યારે આ જાહેરનામા સિવાય કોઈને નુકસાન ન પહોંચે તેમજ સોશિયલ મીડિયામાં વીડિયો મૂકવા માટે ગંભીર રીતે ફટાકડાં ફોડ્યો તો આવી બન્યું સમજજો. કારણ કે પોલીસ કમિશનરે કહ્યું છે કે, રિલ્સ કે વીડિયોના આધારે પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.

કોઈને નુકસાન ન પહોંચે તે ખાસ જુઓ

સુરત શહેર પોલીસ કમિશનરે કહ્યું કે, જાહેર માર્ગો પર વીડિયો બનાવવાના ચક્કરમાં રાહદારીઓને નુકશાન ન પહોંચે તે રીતે ફટાકડાં ફોડવા જોઈએ. જાહેરમાં, હાથમાં  ફટાકડા ફોડવા તેમજ હાથમાં રાખી રોકેટ જેવા ફટાકડા હવામાં ઉડતા ફટાકડા ફોડતા કોઈ નજરે પડશે, તો સુરત પોલીસ તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરશે. આ પ્રકારના જાહેરમાં જોખમી ફટાકડા ફોડનારના વીડિયો સામે આવ્યા તો પણ વીડિયોના આધારે પોલીસ કાર્યવાહી કરશે.

ચાઈનિઝ તુક્કલ સામે કાર્યવાહી

પોલીસ કમિશનરે કહ્યું કે, આજકાલ લોકોમાં ફટાકડાને લઈને અગાઉ જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે. તેમ છતાં ઘણા લોકો સોશિયલ મીડિયામાં છવાઈ જવા માટે જોખમી રીતે ફટાકડા ફોડતાં હોવાનું ધ્યાને આવ્યું છે. ત્યારે આ રીતે લોકોના જીવને જોખમમાં મૂકનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જેથી તમામે ફટાકડા ફોડનારે ધ્યાન રાખવું. કોઈના જીવ જોખમમાં ન મૂકાય તે પણ ખાસ ધ્યાનમાં રાખવું.

આ સમાચાર શેર કરો