મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:'મારા મિત્રો સાથે સંબંધ બાંધીશ તો મારૂં બધુ દેવું માફ થઇ જશે', પતિ પત્નીને વાડીએ લઇ ગયો અને પછી...

ભાવનગરમાં પતિ-પત્નીના સંબધોને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. પતિને દેવું થઈ જતા

VIDEO:'મારા મિત્રો સાથે સંબંધ બાંધીશ તો મારૂં બધુ દેવું માફ થઇ જશે', પતિ પત્નીને વાડીએ લઇ ગયો અને પછી...

ભાવનગરમાં પતિ-પત્નીના સંબધોને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. પતિને દેવું થઈ જતા પત્નીને મિત્રો સામે ધરી દીધી હતી. નરાધમે મિત્રો સાથે સબંધ બાંધવવા દબાણ કર્યું હતું. પતિએ કહ્યું કે તારે આ લોકો સાથે સબંધ બાંધવો જ પડશે.

બુધેલની વાડીમાં યુવાન પત્નીને બળજબરી પૂર્વક લઈ ગયો

બુધેલની વાડીમાં યુવાન પત્નીને બળજબરી પૂર્વક લઈ ગયો હતો. પતિએ પત્નીને દબાણપૂર્વક કહ્યું કે જો તું મારા મિત્રો સાથે સબંધ બાંધીશ તો મારું દેવું ચૂકતે થઈ જશે.

મહિલા વશમાં ન થતાં પતિ અને તેના મિત્રઓ ઝેરી દવા પીવડાવવાનો કર્યો પ્રયત્ન

પતિએ પત્ની પર ભારે દબાણ કર્યું હતું. મહિલા પતિના વશમાં ન થતાં નરાધમ અને તેના 4 મિત્રઓએ ઝેરી દવા પીવડાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો. તો બીજી તરફ મહિલા  થાપ આપીને ત્યાંથી ફરાર થઈને પોતાનો જીવ બચાવ્યો હતો. મહિલાએ એસપી ઓફિસમાં સમગ્ર મામલાની જાણ કરી હતી.

વરતેજ પોલીસ મથકમાં મહિલાના પતિ વિરુદ્ધ અરજી દાખલ

આ મામલે વરતેજ પોલીસ મથકમાં મહિલાના પતિ વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી હતી. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. 

આ સમાચાર શેર કરો