મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: 'ભાજપની ટિકિટ ઠાકોર સમાજની વ્યક્તિ લાવે તો એને વોટ આપજો', કોંગ્રેસ સાંસદ ગેનીબેનનો વિડિયો વાયરલ

ઠાકોર સમાજનો વ્યક્તિ જો ભાજપની ટિકિટ લાવે તો એને વોટ આપજો, એમાં

VIDEO: 'ભાજપની ટિકિટ ઠાકોર સમાજની વ્યક્તિ લાવે તો એને વોટ આપજો', કોંગ્રેસ સાંસદ ગેનીબેનનો વિડિયો વાયરલ

ઠાકોર સમાજનો વ્યક્તિ જો ભાજપની ટિકિટ લાવે તો એને વોટ આપજો, એમાં કંઈ ખોટું નથી. હું તો ઠાકોર સમાજના વોટથી જીતી ગઈ પરંતુ હવે એમને વોટ આપો એમાં કંઈ ખોટું નથી. એવું કહેતા બનાસકાંઠાના સાંસદ ગેનીબેનનો વીડિયો વાયરલ થયો છે. 

જણાવી દઈએ કે, વાવ બેઠક પરની પેટા ચૂંટણીટાણે ગેનીબેનના વાયરલ વીડિયોથી બબાલ મચી છે. બનાસકાંઠાથી લોકસભા સાંસદ ગેનીબેન ઠાકોરે સમાજના વ્યક્તિ માટે મતદાન કરવાની વાત કરી હતી. ગેનીબેને કહ્યું કે, ઠાકોરનો દિકરો ભાજપની ટિકિટ લાવે તો એ વ્યક્તિ મારો હરિફ નથી. 

આ પણ વાંચોઃ VIDEO: બનાસકાંઠાનું એક અનોખું ગામ, સ્મશાનને શણગારીને પ્રગટાવે છે દિવડા, કાળી ચૌદશની રાત્રે થાય છે પૂજા 

આ વીડિયો ઠાકોર સામજની બેઠકનો હોવાનો દાવો કરાયો છે. જણાવી દઈએ કે વાવ વિધાનસભા બેઠકો પર ભાજપે સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસે  ગુલાબસિંહ રાજપુતને ઉમેદવાર બનાવ્યા છે.

આ સમાચાર શેર કરો