મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabadમાં 'હું નથુરામ' નાટક રદ, NSUI-યુથ કોંગ્રેસ દ્વારા કરાયો હતો ઉગ્ર વિરોધ

રાજકોટ અને જામનગર બાદ હવે અમદાવાદમાં પણ 'હું નથુરામ' નાટકને લઈને વિવાદ વકર્યો છે. વિવાદને પગલે અમદાવાદમાં પણ આયો

Ahmedabadમાં 'હું નથુરામ' નાટક રદ, NSUI-યુથ કોંગ્રેસ દ્વારા કરાયો હતો ઉગ્ર વિરોધ

રાજકોટ અને જામનગર બાદ હવે અમદાવાદમાં પણ 'હું નથુરામ' નાટકને લઈને વિવાદ વકર્યો છે. વિવાદને પગલે અમદાવાદમાં પણ આયોજકોએ આ નાટકનો શૉ રદ કર્યો છે. સિંધુભવન રોડ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં આ નાટક યોજાવાનું હતું. જ્યાં NSUI અને યુથ કોંગ્રેસના કાર્યકરોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. શૉ ની 75 ટકા ટિકિટો વેચાઈ ગઈ હતી.

એક ટિકિટ નો ભાવ 275 રૂપિયા રાખવામાં આવ્યો હતો. NSUIના કાર્યકરોએ ઓડિટોરિયમની આસપાસની જાહેર દીવાલો પર 'ગોડસે મુર્દાબાદ' અને 'ગાંધીજી અમર રહો' જેવા સૂત્રો લખી રોષ ઠાલવ્યો હતો. કાર્યકરોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે ગાંધીની ભૂમિ પર ગોડસેના મહિમામંડન સમાન નાટક ચલાવી લેવામાં આવશે નહીં. 

આ સમાચાર શેર કરો