મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

“હું અન્નનો ત્યાગ કરું છું, મને અમદાવાદની બેઠકમાં નથી મળ્યું આમંત્રણ”- પદ્મિનીબા વાળા

પદ્મિનીબા વાળા સહિતની ક્ષત્રિય સમાજની મહિલાઓ આશાપુરા માતાજીના મંદિર ખાતે પહો

“હું અન્નનો ત્યાગ કરું છું, મને અમદાવાદની બેઠકમાં નથી મળ્યું આમંત્રણ”- પદ્મિનીબા વાળા
  • પદ્મિનીબા વાળા સહિતની ક્ષત્રિય સમાજની મહિલાઓ આશાપુરા માતાજીના મંદિર ખાતે પહોંચી
  • પદ્મિનીબા વાળાનું નિવેદન હું સમાજમાં ભાગલા પાડવા નથી માંગતી
  • કોના ઇશારે બેઠકનું આમંત્રણ આપવામાં નથી આવ્યું તે ભગવાન જાણે
  • હું અન્નનો ત્યાગ કરું છું
  • આશાપુરા માતાજીના મંદિર પટાંગણમાં અન્ય મહિલાઓ સાથે બેસી વિરોધ નોંધાવું છું
  • સમાધાન કોઈ કાળે સ્વીકાર્ય નથી

લોકસભા 2024ની ચૂંટણી પહેલા રાજકોટના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે આપેલા નિવેદન બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે. આ નિવેદન બાદ પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી પણ માંગી લીધી હતી. મંગળવારે ભાજપ પ્રદેશ પ્રમુખે પણ કહ્યું હતું કે ક્ષત્રિય સમાજ મોટું મન રાખી રૂપાલાને માફ કરે તેમ છતા ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે, રાજકોટ બેઠક પરથી રૂપાલાની ટિકિટ રદ્દ કરવામાં આવે. ત્યારે હવે પદ્મીનીબા વાળાએ રૂપાલાના વિરોધમાં કર્યો અન્નનો ત્યાગ કર્યો છે અને સાથે ક્ષત્રિય મહિલાએ પણ આજે કહ્યું કે અમે પણ પદ્મીનીબા સાથે અન્નનો ત્યાગ કરીશું. 

મને અમદાવાદની બેઠકમાં આમંત્રણ નથી મળ્યું: પદ્મીનીબા વાળા

લોકસભા રાજકોટ બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં આક્રોશ વધી રહ્યો છે ત્યારે રાજકોટમાં પદ્મીનીબા વાળાએ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યા સુધી અન્નનો ત્યાગ કર્યો છે. તેમની સાથે ક્ષત્રિય મહિલાઓએ પણ અન્નનો ત્યાગ કર્યો છે. એક તરફ આજે અમદાવાદના ગોતામાં ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ સાથે ભાજપની બેઠક યોજાશે. ત્યારે આ બેઠકમાં આમંત્રણ ન મળ્યાનું પદ્મીનીબા વાળાએ જણાવ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે બેઠક ક્ષત્રિય સમાજ વચ્ચે થવી જોઈએ કોઈ આઠ વ્યક્તિ વચ્ચે ન થવી જોઈએ. રાજકોટના પેલેસ રોડ પર આવેલા આશાપુરા માતાજીના મંદિર ખાતે પદ્મીનીબા વાળા અને ક્ષત્રિય મહિલાઓએ અન્નનો ત્યાગ કર્યો છે.

આ સમાચાર શેર કરો