મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને પતિ પત્નીએ કર્યો આપઘાત

સોર્સ: gstv

રાજકોટના અટીકા ફાટક નજીક આવેલા એક લસણના કારખાનામાં રમેશ ચાવડા અને તેમના પત્ની ભારતી ચાવડાએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, મૃતક દંપતીએ વ્યાજખોરો પાસેથી ચાર લાખ રૂપિયા લીધા હતા, જેની સામે વ્યાજ સહિત આઠ લાખ રૂપિયા ચૂકવવા માટે સતત દબાણ કરવામાં આવી રહ્યું હતું અને આ જ ત્રાસથી કંટાળીને તેમણે આત્યંતિક પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં ભક્તિનગર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો